Connect Gujarat
ગુજરાત

જાણો અંકલેશ્વરના ગોકુલ પાર્ટી પ્લોટની વિશેષતા

જાણો અંકલેશ્વરના ગોકુલ પાર્ટી પ્લોટની વિશેષતા
X

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના ગોકુલ પાર્ટી પ્લોટના વિશાળ મેદાનમાં સુર સામ્રાજ્ઞિ અનુરાધા પૌડવાલનો લાઈવ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે આ પ્લોટની વિશેષતાના કારણે લોકોની પહેલી પસંદ પાર્ટી પ્લોટ બન્યો છે.

અંકલેશ્વર જીઆઇડીસીના નવા ફેઝના ડેવલોપમેન્ટની સાથે રામુભાઇ ભરવાડ દ્વારા ગોકુલ પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. લગ્ન પ્રસંગ, જન્મદિન ઉજવણી હોય કે ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા લોક ડાયરા, નવરાત્રી મહોત્સવ સહિતના કાર્યક્રમોની ઉજવણી માટે ગોકુલ પાર્ટી પ્લોટ લોકોની પહેલી પસંદગી બન્યો છે.

અંદાજિત 1.51 લાખ સ્કેર ફૂટની વિશાળ જગ્યામાં પથરાયેલ ગોકુલ પાર્ટી પ્લોટમાં AC નોન AC મળીને કુલ 9 જેટલી રૂમો સુવિધા થી સજ્જ છે અને સાથે એક હોલ પણ છે. લગ્ન પ્રસંગના આયોજન માટે ઉત્તમ સ્થળ તરીકે ગોકુલ પાર્ટી પ્લોટને માનવામાં આવે છે.

તારીખ 7મી જાન્યુઆરી 2017ને શનિવારની રાત્રીએ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે વિવિધ ભાષામાં પોતાના સુર રેલાવીને દેશ વિદેશમાંખ્યાતી મેળવનાર સૂર સામ્રાજ્ઞિ અનુરાધા પૌડવાલનો લાઈવ કોન્સર્ટનો સંગીત સંધ્યાનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જે કાર્યક્રમ ને લઈને સંગીતપ્રેમીઓમાં ભારે આતુરતા જોવા મળી રહી છે.

Next Story