Connect Gujarat

જાણો ગોવિંદાએ ક્યાં અને કયા નામથી શરૂ કરી રેસ્ટોરન્ટ

જાણો ગોવિંદાએ ક્યાં અને કયા નામથી શરૂ કરી રેસ્ટોરન્ટ
X

બોલીવુડના સદાબહાર અભિનેતા ગોવિંદાએ પશ્ચિમ દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારમાં 1997 ની ફિલ્મ "ધ હીરો નંબર 1" ના નામની એક રેસ્ટોરન્ટ શરુ કરી હતી. આ ઇવેન્ટમાં તેમના પત્ની સુનિતા અને પુત્રી ટીના પણ હાજર રહ્યા હતા.

ગોવિંદાએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે તે રાજધાની , ત્યાંના લોકો અને સંસ્કૃતિ સાથે વિશેષ રીતે જોડાયેલ છે.અને તેના મિત્રોએ પણ તેને સૂચવ્યુ હતુ કે દિલ્હીમાં એક યોગ્ય સંગીત,ફૂડ અને શાંતિ યુક્ત સ્થળની જરૂર છે તેથી જ મેં અહીં "હીરો નં 1" રેસ્ટોરન્ટ ખોલી છે.

રેસ્ટોરન્ટના ડિરેક્ટરે જણાવ્યુ હતુ કે પશ્ચિમ દિલ્હીના કેન્દ્ર સ્થાને રેસ્ટોરન્ટ ખોલવાનો અમને ગર્વ છે. જ્યાં સારા ફૂડની ઘણી વેરાયટી સાથે લાઈવ સંગીતનો આનંદ પણ માણી શકાશે.તેમજ પાર્ટી પ્રેમીઓ માટે તેમના મિત્રો અને પરિવારજનો સાથે ભરપૂર આનંદ લઇ શકશે.

Next Story
Share it