New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/facebook_1439314532.jpg)
સોશિયલ મોડિયાની સૌથી વિશાળ કંપની ફેસબૂક દ્વારા હવે વિડીયોમાં જાહેરાતો બતાવવાની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીની આ નવી "મીડ રોલ" જાહેરાત યોજના અંતર્ગત વિડીયો પ્રકાશકોને તેમની ક્લિપમાં વચ્ચે જાહેરાતો બતાવવાની તક આપવામાં આવશે જે લોકો દ્વારા ઓછામાં ઓછી 20 સેકન્ડ માટે જોવાની રહેશે, જેની આવકમાંથી વિડીયોના પ્રકાશકને 55 ટકા આપવામાં આવશે.
વધુમાં આ એડ વિડીયો પર પોપ અપ કરી શકાશે જે ઓછામાં ઓછા 90 સેકન્ડો માટે ચાલશે.
આ નવુ ફોર્મેટ સૂચવે છે કે સોશિયલ નેટવર્કિંગ જાયન્ટ માટે લોકો વધુ વિડીયો જુએ એ કરતા વિડીયો ને જોવામાં વધુ સમય પસાર કરે એ વધારે મહત્વનું છે.