Connect Gujarat

જાણો બાહુબલી ના ડિરેક્ટર રાજમૌલીએ પ્રભાસ વિશે શું કીધુ 

જાણો બાહુબલી ના ડિરેક્ટર રાજમૌલીએ પ્રભાસ વિશે શું કીધુ 
X

2015 માં આવેલ સુપરહિટ ફિલ્મ બાહુબલી એ લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યુ છે તેના ડિરેકટર એસ એસ રાજમૌલી એ ફિલ્મના હીરો પ્રભાસ ના વખાણ કર્યા હતા અને કહ્યું કે પ્રભાસે આ ફિલ્મ પાછળ સાડાત્રણ વર્ષ ખર્ચી નાખ્યા હતા.તેમજ તેને બીજા કરતા આ પ્રોજેક્ટમાં સૌથી વધુ વિશ્વાસ હતો.

આ અંગેની ટ્વિટ પણ રાજમૌલીએ કરી હતી અને પ્રભાસનો આભાર માન્યો હતો.

બાહુબલી બિગિનિંગ માં પ્રભાસે શિવા અને મહેન્દ્ર બાહુબલી થી દેશભરમાં નામના મેળવી હતી.

બાહુબલી કન્ક્લુસન જે લગભગ 28 એપ્રિલના રોજ રિલીઝ થશે તેમાં અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ) પાછો આવીને કટપ્પા એ બાહુબલીને કેમ માર્યો તેના રહસ્ય પરથી પડદો ઉઠશે.

હાલ માં પ્રભાસ તેની આગામી તેલુગુ એક્સન થ્રિલર ફિલ્મ માટે ડિરેક્ટર સુજીત સાથે કામમાં વ્યસ્ત છે.

Next Story
Share it