/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/gold-shop-e1559907410716.png)
જામનગરમાં બે સોની વેપારીઓ દ્વારા ચોર પાસેથી ચોરી કરેલા દાગીના ખરીદવા બાબતે બે દિવસ અગાઉ પોલીસ દ્વારા ધરપકડ કર્યા બાદ આજે હજુ પણ છોડવા મા ન આવતા, આજે સોની વેપારીઓએ પોલીસ સામે આક્રોશ વયકત કરતા શહેરની મુખ્ય ચાંદીબજાર ખાતે આવેલ સોની વેપારીઓની તમામ દુકાનો બંધ રાખી હતી અને પોલીસ દ્વારા ધરપકડ કરેલ સોની વેપારીઓને તાત્કાલિક છોડવા માંગ કરી હતી.
જામનગરમાં દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ દ્વારા શહેરના ચાંદીબજાર ચોકમાં સી.પી અને દુરગા જ્વેલર્સ નામની સોનાની પેઢી ધરાવતા બે વેપારીઓને ચોર દ્વારા ચોરીનો લાખોના દાગીનાનો મુદ્દામાલ અગાઉ વેચવામાં આવ્યો હોવાની કબૂલાત મળતાની સાથે જ પોલીસ દ્વારા બંને વેપારીઓની સૌ પ્રથમ અટકાયત કરાઇ અને ત્યારબાદ પુરાવાઓ મળતાની સાથે જ પોલીસે ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો. જેને લઈને વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ઘટનાના દિવસે મોટી સંખ્યામાં રાત્રીના સમયે સોની વેપારીઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા તેમજ ધરપકડ કરાયેલ બંને સોની વેપારીઓને છોડાવવાની માંગ કરી હતી.