Top
Connect Gujarat

જામનગર: તંત્ર દ્વારા રૂફટોપ પર ચાલતું પટેલ કોમ્પ્યુટર નામનું ક્લાસીસ નોટિસ આપી કરાવ્યું બંધ

જામનગર: તંત્ર દ્વારા રૂફટોપ પર ચાલતું પટેલ કોમ્પ્યુટર નામનું ક્લાસીસ નોટિસ આપી કરાવ્યું બંધ
X

સુરત માં કોચિંગ ક્લાસીસ માં લાગેલી વિકરાળ આગ અને તેમાં થયેલા વિધ્યાર્થીઓના મોત બાદ સફાળા જાગી ઉઠેલા સરકારી તંત્ર એ અનેક જગ્યા એ ફાયર સેફટી ના સાધનો અને ગેરકાયદેસર ચાલતા ક્લાસીસો ની તપાસ શરૂ કરી છે જેમાં આજે શહેર માં બે થી ત્રણ જગ્યા એ ગેરકાયદેસર ચાલતા ક્લાસીસો માં તંત્ર દ્વારા પાડતોડ કરી ડિમોલિશન ની કામગીરી કરવામાં આવી હતી.

સુરત માં કોચિંગ ક્લાસીસ માં આગ ના બનાવ બાદ જામનગર નું તંત્ર સફાળું જાગ્યું છે અને જિલ્લા કલેકટર ના આદેશ મુજબ જામનગર મહાનર પાલિકા દ્વારા શહેર ના તમામ ટ્યુશન ક્લાસીસો માં ફાયર સેફટી અને બાંધકામ અંગે નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આજે શહેર ના વિકાસ ગૃહ રોડ પર આવેલ રિધ્ધિ સિધ્ધી કોમ્પ્લેક્ષ ના પાંચમા માળે અગાસી પર પટેલ કોમ્પ્યુટર કાર્યરત હતું.

તેને જામનગર મહાનગર પાલિકા ના અધિકારી ઑ દ્વારા ફાયર સેફટી અને બાંધકામ અંગે તપાસ કરતાં ફાયર સેફટી ના સાધનો ના હતા તેમજ ક્લાસીસ નું 600 ફૂટ જગ્યા પણ ગેરકાયદેસર હતી જે જેએમસી દ્વારા તોડી પાડવામાં આવી હતી જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનપ્લાનિંગ, એસટેટ અને ફાયર વિભાગ ના 4 સભ્યઓ ની 6 ટિમ ને શહેર ના તમામ ટ્યુશન ક્લાસીસ ના સર્વે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં અત્યાર સુધી માં કુલ 198 જગ્યા નો સર્વે કરવામાં આવ્યો છે તેમાં 191 ટ્યુશન ક્લાસીસ નો સમાવેશ થાય છે જ્યારે 7 હોટેલ અને રેસ્ટોરન્ટ નો સમાવેશ થાય છે આ તમામ ને નોટિસ આપી બંધ કરવવામાં આવ્યા છે અને નોટિસ આપ્યા ને 3 દિવસ માં સંચાલકો ને તંત્ર ને ફાયર સેફટી અને બાંધકામ અંગે નો ખુલાસો આપવો પડશે. તંત્ર દ્વારા હાલ ટ્યુશન ક્લાસીસ નું સર્વે હાથ ધરવામાં આવ્યું છે જ્યારે ટ્યુશન ક્લાસીસ ના સર્વે પૂર્ણ કર્યા બાદ હોટેલ રેસ્ટોરન્ટ, સ્કૂલો અને હોસ્પિટલ નું સર્વે હાથ ધરવામાં આવશે.

Next Story
Share it