જામનગર જિલ્લો રાજ્યમાં સૌથી વિશાળ દરિયાકિનારો ધરાવતો જિલ્લો છે. વિશ્વની પ્રસિધ્ધ મરીન સેન્ચુરી જામનગર જિલ્લામાં આવેલી છે. નરારા ટાપુ તેમજ પીરોતન ટાપુ નજીક અલભ્ય દરિયાઈ જીવ સુશર્તી ઉપલબ્ધ છે. ત્યારે આ દરિયાઈ જીવ સૃષ્ટિની ગેરકાયદેસર રીતે લેવડ દેવડ કરતાં તેમજ તેનું વેચાણ કરતાં ચાર શખ્સોને વન વિભાગે રંગે હાથ ઝડપી લીધા હતા. તેની પાસેથી અલભ્ય ચીજવસ્તુઓ કબ્જે કરી હતી.

જામનગરના અનુપમ ટોકીઝ વિસ્તારમાં આવેલી ભગવતી પૂજા ભંડાર તેમજ શિવમ ધાર્મિક વસ્તુ ભંડાર સહિત અન્ય બે દુકાનો પર વન વિભાગે દરોડા પાડતા અનુપમ ટોકિસ વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જામનગર વન વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે અનુપમ ટોકીઝ વિસ્તારમાં આવેલી દુકાનોમાં દરિયાઈ અમુલ્ય જીવ સૃષ્ટિઓ કોરલ તેમજ શંખ શેડ્યુલ 1 માં આવતા પશુ પક્ષીઓના નખ સહિતની વસ્તુઓની તસ્કરી કરી તેને મોંઘા ભાવે વેચવામાં આવે છે. આ બાતમીના આધારે વન વિભાગના અધિકારીઓએ આ દુકાનો પર દરોડો પાડતા ગેરકાયદેસર રીતે વન વિભાગ ના કાયદા વિરુધ્ધ શેદ્યુલ્મ 1 માં આવતા પશુપક્ષીઓના નખ તેમજ અતિ કિંમતી એવા કોરલનું વેચાણ થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું વનવિભાગે આ અંગે ગુન્હો નોંધી ચાર દુકાન ના દુકાનદારો ની ધરપકડ કરી છે. તેમજ ગેરકાયદેસર રીતે વેચાય રહેલી વસ્તુઓ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

LEAVE A REPLY