/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/022.png)
જામનગર શહેર માં વધુ ને વધુ વૃક્ષો વાવા માટે મ્યુનિસિપલ કમિશનર ના અધ્યક્ષ સ્થાને 35 જેટલી સંસ્થા ના પ્રતિનિધિઓએ હાજર રહી ને વૃક્ષો વાવીને ઉછેર કરવાનું કમિટમેંટ આપ્યું હતું
જામનગર શહેરની ઓળખ નવાનગર તરીકે છે ત્યારે આગામી દિવસો માં આપનું જામનગર ગ્રીન જામનગર ના શીર્ષક હેઠળ ચોમાસાની રૂતુ દરમિયાન મહાપાલિકા દ્વારા ૪ હજાર વૃક્ષો નું વાવેતર કરવામાં આવશે.
એટલું જ નહિ મહાપાલિકા ના સુએઝ ટ્રીટમેંટ પ્લાન્ટ માંથી વિના મૂલ્યે પાણી આપશે તેમજ વન વિભાગ દ્વારા લોકોને જોઈએ તેટલા વૃક્ષો વિનામુલ્યે આપવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશ્નર ના અધ્યક્ષ સ્થાને મળેલી પર્યાવરણ અનાગે ની મિટિંગ માં જણાવ્યુ હતું જામનગરની ૭ લાખની વસ્તી માં માત્ર ૪૬ હજાર વૃક્ષો છે. લગભગ ૧૫ વ્યક્તિ દિધ એકમાત્ર વૃક્ષ છે કોર્પોરેશન ને આ વર્ષે વધુને વધુ વૃક્ષો વવામાં આવે અને તેનું જતન કરવામાં આવે તે માટે તત્પર છે.
સામાજિક અને સેવાકીય સંસ્થાઓની મદદ થી જામનગર શહેરને વધુ હરિયાળું બનાવવા અંતે આપનું જામનગર ગ્રીન જામનગર ના પ્રોજેકટ ને સફળ બનાવવા શહેરમાં વધુને વધુ જાણ ભાગીદારીથી વૃક્ષો વાવીએ વન વિભાગ દ્વારા વિના મૂલ્યે ૧૮ અને ૨૦ની સાઇઝ ની બેગમાં પ્લાંટસ આપવામાં આવશે.
આગામી દિવસો માં આર્મી નેવી અને એરફોર્સ વિસ્તાર માં પણ વૃક્ષોનું વાવેતર થશે કેટલીક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ એસએસબી ના પ્રિમાઈસિસ માં અને જામનગર ની જુદી જુદી સંસ્થાઓ દ્વારા સરકારી ઓફિસોમાં મહાપાલિકા ના કોમન પ્લોટોમાં મહાપ્રભુજી ની બેઠક પાસે અન્નપૂર્ણા મંદિર પાસે ચીકુવાડી પાસે સોનલ નાગર ગાર્ડનની જગ્યામાં તેમજ અન્ય સ્થળોએ વૃક્ષો વવામાં આવશે