/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-267.jpg)
લેબર સેસની કપાત અને ઓવર પેમેન્ટ સહિતની કેટલીક ક્ષતિઓ જામનગર મહાપાલિકાના ઓડિટ રિપોર્ટ માં ખુલ્લુ પડ્યું
મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ એક પરિપત્ર પાઠવીને ચીફ એકાઉન્ટન્ટ તેમજ તમામ કંટ્રોલિંગ અધિકારીઓને દોડતા કર્યા
જામનગર મહાનગર પાલિકા ના કર્મચારીઓને એજન્સીઓ પાસેથી રૂપિયા 16.33 કરોડ ની વસૂલાત કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ કરવાં આવ્યો છે. કોર્પોરેશનના ઓડિટ રિપોર્ટમાં કેટલીક ભૂલો ખૂલતાં મ્યુનિસિપલ કમિશનરે તમામ ખાતા ને પરિપત્ર પાઠવી તાત્કાલિક વસૂલાત કરવા આદેશ કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગર પાલિકા માં કેવી લાલિયાવાડી ચાલે છે તેનો પર્દાફાશ થયો છે. લેબર સેસ ની કપાત અને ઓવર પેમેન્ટ સહિતની કેટલીક ક્ષતિઓ મહાપાલિકાના ઓડિટ રિપોર્ટ માં આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર લાલઘૂમ થઈ ગયા છે અને ઓડિટ રિપોર્ટ ના આધારે રૂપિયા 16.33 કરોડ ની રકમ વસૂલવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલે આપતા મહાપાલિકામાં ભારે દોડધામ મચી ગઈ છે. ઓડિટ ના વાંધા અને જવાબ નો આધાર નિયત સમય માં રજૂ કરવા જણાવાયું છે. મહાપાલિકાના કર્મચારીઓ અને જવાબદાર એજન્સી પાસેથી પણ રકમ વસૂલ કરવા તમામ શાખા ના વડાઓને પરિપત્ર પાઠવવામા આવ્યો છે.
2011-12 ના ઓડિટ રિપોર્ટ માં કોર્પોરેશન દ્વારા ટુ વ્હીલર વાહન વેરાની વસૂલાત કરી અન્ય વાહન ના વેરાની વસૂલાત માટે કોર્પોરેશન ના 3.44 કરોડ ના મસમોટું આર્થિક નુકશાન બહાર આવ્યું હતું અને આ અંગે મહાપાલિકાના કર્મચારીઓ ની અને એજન્સી પાસેથી રૂપિયા 16.33 કરોડ ની વસૂલાત બાકી હોવાનું ખૂલતાં ભારે ચકચાર જાગી છે.
મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ એક પરિપત્ર પાઠવી ને ચીફ એકાઉન્ટન્ટ તેમજ તમામ કંટ્રોલિંગ અધિકારીઓને જાણ કરી હતી કે કોર્પોરેશન નું 2014-15 નું ઓડિટ ધી જીપીએમસી એકટ 1949 ની કલમ 108 (ક) મુજબ જિલ્લા સહાયક નિરીક્ષક અને સ્થાનિક ભંડોળ હિસાબી કચેરી દ્વારા ઓડિટ હાથ ધરવામાં આવ્યું છે જેમાં હાફ માર્જિન માં દર્શાવેલા મહાપલિકાના કર્મચારીઓ અને એજન્સી પાસેથી આ રકમ ની વસૂલાત કરીને ઓડિટ પાર્ટીને વાંધાના જવાબો આધાર પુરાવા રજૂ કરવા આ પરિપત્ર માં જણાવાયું છે વર્ષ 2011-12 ના ઓડિટ માં 82881910, 2012-13 માં 28231700, 2013-14 માં 27357691, 2014-15 માં 24864530 થઈ કુલ 16335831 ની વસૂલાત બાકી હોય આ અંગે ભારે ચળભળાટ જાગ્યો છે.