જામનગર : રામેશ્વરથી નીકળેલ શ્રી રામરાજ્ય રથયાત્રા જામનગર આવી પહોચતા કરાયુ ભવ્ય સ્વાગત

New Update
જામનગર : રામેશ્વરથી નીકળેલ શ્રી રામરાજ્ય રથયાત્રા જામનગર આવી પહોચતા કરાયુ ભવ્ય સ્વાગત

જામનગરમાં આજે સવારે કૃષ્ણાનંદ સરસ્વતીના માર્ગદર્શન શક્તિશાતાનંદ મહર્ષિના નેતૃત્વમાં તમામ સંતો અને હિન્દુ સંઘટનોના સહયોગ થી રામેશ્વર થી શરૂ થયેલ શ્રી રામ રાજ્ય રથયાત્રા આજે જામનગર આવી પહોંચ્યો હતો. જે રામરાજય રથ નું વિએચપી અને અનેક સંતો મહંતો તેમજ શહેરના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

હિન્દુ સંઘટનોના સહયોગથી રામેશ્વર થી અયોધ્યા શ્રી રામરાજ્ય રથયાત્રા 2019 પાંચ સંકલપ જેમાં રામરાજયની સ્થાપના, દેશભરના શિક્ષણમાં રામાયણનો સમાવેશ કરવો. અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવું તેમજ રામનવમીના દિવસે રાજા જાહેર કરવી આ ઉદેશની સાથે બાર રાજ્યો માંથી નવ હજાર કિલોમીટરનું પરિભ્રમણ કરી જામનગરમાં આજે રથયાત્રાનું આગમન થયું હતું. ત્યારે આ રથયાત્રાનું પરમ પૂજ્ય શ્રી ક્રુષ્ણમણિજી મહારાજના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રામરાજયા રથયાત્રા સ્વામિનારાયણ મંદિર ગુરુકુળ એરપોર્ટ રોડ થી ખોડિયાર કોલોની કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે નગર ના મહાનુભાવો ના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રથયાત્રા ખોડિયારકોલોની થઈ સાતરસ્તા લાલબંગલા ભીડભંજન મહાદેવ કેવડાનંદ મંદિર ટાઉનહોલ બેડીગેઇટ રામમંદિર તેમજ કાશીવિશ્વનાથ મંદિર થઈ ગુલાબંગર રાજકોટ માર્ગ પર પ્રસ્થાન કરાવ્યુ હતું.

Latest Stories