Connect Gujarat
ગુજરાત

જામનગર : સેન્ટ ઝેવીયર્સ સ્કુલનો ૪૧માં વાર્ષિક મહોત્સવ ‘પરિવર્તન’ યોજાયો

જામનગર : સેન્ટ ઝેવીયર્સ સ્કુલનો ૪૧માં વાર્ષિક મહોત્સવ ‘પરિવર્તન’ યોજાયો
X

સેન્ટ ઝેવીયર્સ સ્કુલ જામનગર ખાતે તેના ૪૧માં વાર્ષિક મહોત્સવ ‘પરિવર્તન’ માં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ પ્રેરક ઉપસ્થિતી આપી હતી. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા મોબાઈલ અને ઈન્ટરનેટના સદઉપયોગ માટે, પરિવારની ભાવના કેળવવા, બાળ મજૂરી નાબુદી, પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટીક મુક્ત ભારત તથા ખેલ-કૂદને પ્રાધાન્ય આપતી નૃત્ય નાટીકાઓ રજુ કરાઈ હતી.

કાર્યક્રમમાં બાળકોની કૃતિઓ દ્વારા પરિવર્તન લાવવાની આ પહેલને રાજ્યમંત્રીશ્રીએ

બિરદાવી હતી અને કહ્યું હતું કે, આ પરિવર્તન કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકાર સમાજમાં જે પરિવર્તન લાવવા ઈચ્છે

છે તેને સહકાર મળ્યો છે. સમાજમાં શિક્ષણ સાથે સંસ્કૃતિ પ્રત્યેની સદભાવના તેમજ

ઉત્કૃષ્ટ સમાજના નિર્માણ

માટે

કુરિવાજોની નાબુદી આવશ્યક છે. ત્યારે આ નાના બાળકો જે સમાજનું ભવિષ્ય છે તેના થકી

ઉત્કૃષ્ટ સમાજનાં પાયા મજબુત બની રહ્યાં છે તે જાણી આનંદ થાય છે. સાથે સંસ્થાના આ

કાર્યથી અન્ય લોકોએ પણ પ્રેરણા લેવી જોઈએ તેવો રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

અહીં

રાજ્યમંત્રીના હસ્તે સંસ્થામાં ૨૫ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે

જિલ્લા શિક્ષણાધિકારી ડોડીયા, બિના દવે, કોર્પોરેટર ડિમ્પલ રાવલ તથા સેન્ટ ઝેવીયર્સ સ્કુલના પ્રિન્સીપાલ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ અને

તેમના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Next Story
Share it