• ગુજરાત
 • દેશ
 • દુનિયા
વધુ

  જિયો ટીવીએ વર્લ્ડ કમ્યુનિકેશન એવોર્ડ્ઝમાં આઇપીટીવી ઇનોવેશન એવોર્ડ મેળવ્યો

  Must Read

  ભરૂચ : અજગરના ઇંડાને ફોડી વિકૃતિ સંતોષતા બે યુવાનો ઝડપાયાં, વિડીયો થયો હતો વાયરલ

  ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક માદા અજગરે કોતરોમાં દર બનાવીને મુકેલાં ઇંડા ફોડી વિકૃત આનંદ ઉઠાવી રહેલા...

  ભરૂચ : વરસાદી ઝાપટાથી શહેર ભીંજાયું, મુશળધાર વરસાદની છે આશા

  ભરૂચ શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદી ઝાપટાના કારણે ઠેરઠેર...

  સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

  કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ અને IDBI બેંકમાં હિસ્સો વેચવાનું વિચારી...

  જિયોફોન અને જિયો ઇન્ટરેક્ટનાં પ્રવેશની ધ સોશિયલ કન્ટ્રિબ્યુશન અને ઇનોવેશન એવોર્ડ કેટેગરીઓમાં અતિ પ્રશંસા થઈ

  જિયોની ઓફરને પ્રતિષ્ઠિત વર્લ્ડ કમ્યુનિકેશન એવોર્ડ્ઝમાં 4 કેટેગરી હેઠળ પસંદ કરવામાં આવી. કરોડો મોબાઇલ ફોન યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી અતિ લોકપ્રિય ટીવી અને બ્રોડકાસ્ટ કન્ટેન્ટ એપ જિયો ટીવીને લંડનમાં આયોજિત સમારંભમાં વર્લ્ડ કમ્યુનિકેશન એવોર્ડ્ઝ 2019માં આઇપીટીવી ઇનોવેશન માટેનો એવોર્ડ એનાયત થયો છે.

  ટોટલ ટેલિકોમ દ્વારા વર્ષ 1999માં શરૂ થયેલો વર્લ્ડ કમ્યુનિકેશન એવોર્ડ્ઝ ગ્લોબલ ટેલિકોમ ઓપરેટર્સ અને વ્યક્તિઓ વચ્ચે ઉત્કૃષ્ટતાને બિરદાવે છે. ટેલિકોમ નિષ્ણાતોની પેનલે 25 કેટેગરીઓમાં વિજેતાઓની પસંદગી કરી હતી.

  એવોર્ડનું પ્રેઝન્ટેશન હોમગ્રિડ ફોરમનાં માર્કેટિંગ ચેર અને બોર્ડ મેમ્બર લિવિયા રોસુ તથા બીબીસીનાં વર્લ્ડ અફેર્સ એડિટર જોહન સિમ્પસને કર્યું હતું.

  જિયોટીવીને એવોર્ડ પર પેનલે ટિપ્પણી કરી હતી કે, “જ્યારે દુનિયાભરમાં ટેલીકમ્યુનિકેશન કંપનીઓ ફક્ત સર્વિસ પ્રોવાઇડર બનીને પોતાનું અસ્તિત્વ જાળવવા સંઘર્ષ કરી રહી છે, ત્યારે કન્ટેન્ટ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે અને તેમની ઓફરનું હાર્દ બની ગઈ છે. આ કેટેગરીમાં જબરદસ્ત સ્પર્ધા જોવા મળી હતી, કારણ કે અનેક સર્વિસ પ્રોવાઇડર્સ કંપનીઓએ પોતાની ઓનલાઇન ટીવી કન્ટેન્ટ મજબૂત કરી છે. આ એવોર્ડ તમામ કેટેગરીમાં વિસ્તૃત, વ્યાપક રેન્જ, ખાસિયતથી ભરપૂર અને નવીન સેવાઓમાં જિયો ટીવીની ઉત્કૃષ્ટ કામગીરીનો પુરાવો છે, જે કરોડો સબસ્ક્રાઇબર માટે ખરાં અર્થમાં ગેમચેન્જર બની છે.”

  રિલાયન્સ જિયોની પથપ્રદર્શક ડિજિટલ ઓફરને 4 કેટેગરીમાં પસંદ કરવામાં આવી હતી. આ કેટેગરીઓમાં ઇમર્જિંગ માર્કેટમાં બેસ્ટ ઓપરેટર, ધ સોશિયલ કન્ટ્રિબ્યુશન એવોર્ડ, ધ ઇનોવેશન એવોર્ડ – ઓપરેટર અને આઇપીટીવી ઇનોવેશન એવોર્ડ સામેલ છે. જિયોફોન અને જિયો ઇન્ટરેક્ટની ધ સોશિયલ કન્ટ્રિબ્યુશન એવોર્ડ અને ધ સોશિયલ કન્ટ્રિબ્યુશન એવોર્ડ – ઓપરેટર કેટેગરીઓ અંતર્ગત પ્રતિષ્ઠિત પેનલે પ્રશંસા કરી હતી.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  ભરૂચ : અજગરના ઇંડાને ફોડી વિકૃતિ સંતોષતા બે યુવાનો ઝડપાયાં, વિડીયો થયો હતો વાયરલ

  ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક માદા અજગરે કોતરોમાં દર બનાવીને મુકેલાં ઇંડા ફોડી વિકૃત આનંદ ઉઠાવી રહેલા...
  video

  ભરૂચ : વરસાદી ઝાપટાથી શહેર ભીંજાયું, મુશળધાર વરસાદની છે આશા

  ભરૂચ શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદી ઝાપટાના કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થયો છે. ભરૂચ...

  સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

  કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ અને IDBI બેંકમાં હિસ્સો વેચવાનું વિચારી રહી છે. સરકાર આ હિસ્સો...

  J&K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 2 આતંકી ઠાર

  ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા ઉપર આતંકી ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીને...

  બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રહસ્યમય ભૂમિકામાં દેખાશે

  બોલીવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોય પોતાની આવનારી ફિલ્મમાં એક રહસ્યમય ભૂમિકામાં જોવા મળશે. આ પ્રકારની ભૂમિકા અભિનેતાએ અગાઉ ક્યારેય ભજવી નથી.

  More Articles Like This

  - Advertisement -