જિલ્લા રોજગાર કચેરી,ડાંગ દ્વારા લશ્કરી ભરતીમેળામાં ૭૫ ઉમેદવારો રવાના
BY Connect Gujarat8 Sep 2019 5:03 AM GMT

X
Connect Gujarat8 Sep 2019 5:03 AM GMT
ડાંગ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ડાંગ જિલ્લાના ૬૦ જેટલા ઉમેદવારોને ભારતીય લશ્કરમાં જોડાઈ શકે તે હેતુથી ભરતી પૂર્વેની એક મહિનાની તાલીમ લઇ હિંમતનગર ખાતે લશ્કરી ભરતીમાં જવા સજ્જ બન્યા હતા.
જિલ્લા કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી દ્વારા કુલ ૭૫ જેટલા ઉમેદવારોને ડાંગ થી હિંમતનગર લઇ જવા માટે વાહનની અને જમવાની સુવિધા સાથે તા.૦૭/૦૯/૨૦૧૯ ના રોજ પ્રસ્થાન કરાવ્યું હતું.
જિલ્લા રોજગાર અધિકારી વિનોદ ભોયે એ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના વધુમાં વધુ યુવાનો લશ્કરમાં જોડાઈને દેશની સેવામાં યોગદાન આપે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવાનોને સંપૂર્ણ તાલીમ આપી સજ્જ કરાય છે. ડાંગ જિલ્લા માટે તા.૦૮/૦૯/૨૦૧૯ ના રોજ ભરતી મેળો યોજાશે. જિલ્લા રોજગાર કચેરી સાથે જિલ્લા વહીવટી તંત્રે તમામ ભાગ લેનાર યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
Next Story