જીઆઇડીસીનાં ચાર અધિકારીઓનું સસ્પેન્શન રદ, બદલી સાથે ફરજ પર પરત લેવાયા

New Update
જીઆઇડીસીનાં ચાર અધિકારીઓનું સસ્પેન્શન રદ, બદલી સાથે ફરજ પર પરત લેવાયા

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનનાં ચાર અધિકારીઓનું સસ્પેન્શન રદ કરીને તેઓને બદલી સાથે ફરજ પર પરત લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વાપીમાં વોટર સપ્લાય સ્કીમ હેઠળ પંપ રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોકે વાપી GIDCમાં જેતે સમયે ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા આ કામગીરીની કોઈજ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી, અને આ અંગેની ફરિયાદો ઉઠતા જેતે સમયે વાપી GIDCમાં ફરજ બજાવતા અધિકારીઓ દિગ્વિજયસિંહ પરમાર, એ.કે. પટેલ, એન.વી. પટેલ, અને ડિ.એમ. પટેલ સામે GIDCમાં ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવી હતી, અને GIDCનાં વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર ડિ.થરા દ્વારા ચારેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જીઆઇડીસીનાં વીસીએમડી દ્વારા આ અંગે જરૂરી પરામર્શ કરીને ચારેય બરતરફ કરાયેલા અધિકારીઓની બદલી સાથે ફરજ પર પરત લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.