જુનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં ભ્રષ્ટાચારના મુદ્દે પક્ષ-વિપક્ષ વચ્ચે ‘તુતું-મેંમેં’

New Update
જુનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં ભ્રષ્ટાચારના મુદ્દે પક્ષ-વિપક્ષ વચ્ચે ‘તુતું-મેંમેં’

જુનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં ભ્રષ્ટાચારના મુદ્દે તુતું-મેંમેંના દ્રશ્યો સર્જાયા હતા, છેલ્લી જનરલ બોર્ડ મિટિંગ દરમિયાન વિરોધ પક્ષના નેતાએઅંગ્રેજી ભાષામાં આક્ષેપ કર્યા હતા.

આજરોજ જુનાગઢ શહેર મહાનગરપાલિકાની છેલ્લા પાંચ વર્ષની જનરલ બોર્ડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બોર્ડ મિટિંગ દરમિયાન ભાજપ શાસિત મહાનગરપાલિકાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલાં જ વિવાદ સર્જાયો હતો. જુનાગઢ કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતા કેપ્ટન સતીશ વિરડાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. કેપ્ટન સતીશ વિરડાએ અંગ્રેજી ભાષામાં આક્ષેપ કર્યા હતા કે, સત્તાધારી ભાજપ પાર્ટી "મોસ્ટ કરપ્ટેડ પાર્ટી" છે, તેવા શબ્દો સાથે વિરોધ કરી છેલ્લા પાંચ વર્ષમાં ક્યાં ક્યાં કૌભાંડો થયા છે તે પણ કહ્યું હતું. જેમાં ટાઉનહોલ કૌભાંડ, ભંગાર કૌભાંડ, પ્લાન્ટેશ કૌભાંડ અને ગૌશાળા કૌભાંડ જેવા અનેક કૌભાંડ ભાજપે કર્યા છે. તેવા આક્ષેપો વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યા હતા.

જ્યારે આજરોજ જુનાગઢ શહેર મહાનગરપાલિકાની મળેલ જનરલ બોર્ડ મિટિંગમાં વિરોધ પક્ષ દ્વારા થયેલ આક્ષેપો સામે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું કે,વિરોધ પક્ષ પાસે આક્ષેપો કર્યા સિવાય બીજું શું હોઈ શકે. વધુમાં આ પ્રકારના કોઈ કૌભાંડો થયા નથી તેમ પણ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું.

Latest Stories