જૂનાગઢના સક્કરબાગ ઝુ માંથી 8 સિંહો મોકલાશે ઉત્તર પ્રદેશ

New Update
જૂનાગઢના સક્કરબાગ ઝુ માંથી 8 સિંહો મોકલાશે ઉત્તર પ્રદેશ

જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી 8 સિંહો ને ઉત્તરપ્રદેશ મોકલ વાની કામ ગિરી ચાલુ

8સિંહો પેકી 2 નર સિંહ અને 6 સિંહણ નો સમાવેશ થાઈ છે

જૂનાગઢ ઝૂ ને ગોરખપુર ઝુ તરફ થી મળશે બીજા દુર્લભ પ્રાણીઓ ગોરખપુર ઝુ આપશે ભારતીય ગેંડાની પેર

ગુજરાતની સાન અને ગીરની પહેચાન એવા ગીરના 8 સિંહોને ઉત્તર પ્રદેશના ગોરખપુર ઝુ માં મોકલવામાં આવશે. જેમાં 6 સિંહણો અને 2 સિંહનો સમાવેશ થાય છે. ગીરના સિંહોને ઘણી વાર વિદેશ મોકલવામાં આવે છે. ત્યારે ફરી એક વાર 8 સિંહોને ઉત્તર પ્રદેશ મોકલવાની કામ ગિરી ચાલી રહી છે.

જૂનાગઢ સક્કરબાગ ઝૂ ના ડાયરેક્ટર ડો.રામ રતન નાલાના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશના ગોરખપુર ઝૂ માં જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી વહેલી તકે 8 સિંહો ને મોકલવામા આવશે. ત્યારે ટૂંક સમય માં ઝુ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જૂનાગઢ ઝૂ ને ગોરખપુર ઝુ તરફ થી મળશે બીજા દુર્લભ પ્રાણીઓ ગોરખપુર ઝુ આપશે ભારતીય ગેંડા ની પેર તેમાં વિવિધ પ્રકારના પીંજન્ટ ની જોડીઓ નો સમાવેશ કરવા મા આવશે ,ત્યારે જૂનાગઢ સક્કરબાગ ઝુ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે.