/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-180.jpg)
સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી રવિવારે યોજાઈ
હરિ ભક્તોએ કર્યું મતદાન
આચાર્ય પક્ષ તરફ થી ભૂતિયા મતદારો મતદાર યાદીમાં ઘુસાડી દીધાના દેવ પક્ષ દ્વારા આક્ષેપ કરાયો હતો અને વિવાદ સર્જાયો
જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી યોજાઇ. વડતાલ અને ગઢડા મંદિરની ચુંટણી પૂર્ણ થયા બાદ જૂનાગઢ મંદિરના બોર્ડની ચુંટણી માટે તમામ તૈયારીઓ બાદ આજે પૂર જોસ માં હરિ ભક્તોએ કર્યું મતદાન. જો કે દર વખતે ચૂંટણીમાં ભારે વિવાદો સર્જાય છે, ખાસ કરીને આ વખતે આચાર્ય પક્ષ તરફ થી ભૂતિયા મતદારો મતદાર યાદીમાં ઘુસાડી દીધાના દેવ પક્ષ દ્વારા આક્ષેપ કરાયો હતો અને વિવાદ સર્જાયો હતો.
જૂનાગઢ ખાતેના મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડમાં ગૃહસ્થની ૪, પાર્ષદની અને ત્યાગીની એક-એક બેઠક માટે ચુંટણી યોજાયી હતી જેમાં મુખ્યત્વે પુ.અજેન્દ્રપ્રસાદ આચાર્ય પક્ષ અને પુ.રાકેશપ્રસાદ દેવ પક્ષના ઉમેદવારો સામ-સામે ચુંટણી લડી રહ્યા છે. ગૃહસ્થ બેઠકની ૪ સીટ માટે કુલ ૧૪ ઉમેદવારો નોધાયા છે. જેમાં કુલ ૨૭ બુથમાં ૨૭૭૦૦ મતદારો નોધાયેલા છે. ગૃહસ્થ વિભાગનો એક મતદાર ચાર મત આપી શકે છે. જ્યારે પાર્ષદ બેઠકની વાત કરીએ તો અહી એક જ સીટ છે. જેના માટે કુલ ૫ ઉમેદવારો ઉભા રહ્યા છે. જેમાં કુલ ૧ બુથ ઉપર પાર્ષદ વિભાગના ૨૩૬ મતદારો એક જ મત આપી શકે છે.
તેમ ત્યાગી એટલે સાધુ વિભાગમાં પણ એક જ બેઠક માટે પાંચ ઉમેદવારો છે. તેમાં એક બુથ ઉપર નોધાયેલા ૫૧૭ મતદારો બે મત આપી શકે છે.આજ રવિવાર સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી જવાહર રોડ મંદિર ખાતે મતદાન થયું હતું. ખાસ કરીને આ વખતે આચાર્ય પક્ષ તરફ થી ભૂતિયા મતદારો મતદાર યાદીમાં ઘુસાડી દીધાના દેવ પક્ષ દ્વારા આક્ષેપ કરાયો હતો અને વિવાદ સર્જાયો હતો.ચૂંટણી દરમ્યાન હજારો હરિભક્તો એ મતદાન કર્યું હતું ત્યારે પોલીસ અને હરિભક્તો વચ્ચે ઘરસરણ પણ સર્જાઈ હતી અને જૂનાગઢના એસ.પી. સૌરભ સીંગ પણ ખડેપગે રહ્યા હતા અને પોલીસ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જેમના માટે જિલ્લા કલેકટરની નીગ્રાની હેઠળ સમગ્ર ચૂંટણી પ્રકિયા પૂર્ણ થઈ હતી. તેમના માટે એક ખાસ ચુંટણી અધિકારીની પણ નિમણુક કરવામાં આવી હતી. દરેક બુથ ઉપર ત્રણ કર્મચારી મળીને કુલ ૨૯ બુથ ઉપર ૮૯ કર્મચારી ફરજ બજાવશે. મતદાન સ્થળે પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યુ હતું. મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે એટલે કે સોમવારે મંદિર પરિસર ખાતે જ મત ગણતરી હાથ ધરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટી રતિલાલ ભાલોડીયાએ જણાવ્યું કે, વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બનેલું જવાહર રોડ ઉપરનું આ સ્વામિનારાયણ મંદિરમાં ૧૯૪૦ માં પ્રથમ વખત ચુંટણી યોજાઈ હતી. દર પાંચ વર્ષે વહીવટી પ્રક્રિયા માટે સમિતિ નીમવાના હેતુ માટે ચુંટણી કરવામાં આવે છે. ત્યાર બાદ ૧૯૮૪ માં ચુંટણી પ્રક્રિયામાં અનેક નિયમોમાં ફેરફાર થયા હતા. અને છેલ્લે ૨૦૧૫ સુધી કોર્ટ દ્વારા ચુંટણી થઈ હતી. જેમાં કોર્ટ દ્વારા નીમાયેલા વકીલના વડપણ નીચે ચુંટણી થતી બાદમાં કોઈએ વાંધો રજુ કરતા હવે પ્રથમ વખત સરકાર દ્વારા આ ચુંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જયારે દેવ પક્ષના કોઠારી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી એ તમામ આરોપ નકારી કાયદાકીય પ્રક્રિયા મુજબ ચૂંટણી યોજાવાને સમર્થન આપ્યું હતું.