જૂનાગઢમાં રખડતાં કૂતરાઓએ મચાવ્યો આતંક ,કલેકટર ઓફ્સિ નજીક શ્વાનનાં આંતકના કારણે બે બાળકોને ગંભીર ઈજા

New Update
જૂનાગઢમાં રખડતાં કૂતરાઓએ મચાવ્યો આતંક ,કલેકટર ઓફ્સિ નજીક શ્વાનનાં આંતકના કારણે બે બાળકોને ગંભીર ઈજા

જૂનાગઢમાં રખડતાં કૂતરાઓએ આતંક મચાવ્યો છે. જૂનાગઢના નવા ભરેલા વિસ્તાર એવાં કલેકટર ઓફ્સિ નજીક શ્વાનનાં આંતકના કારણે બે બાળકોને ગંભીર ઈજાઓ પહોચી હતી. બને બાળકોને માથામાં અને આંખ પાસે ૧6-16 ટાંકા લેવા પડયા હતા. મનપાની કુતરા પકડવાની કામગીરી બંધ હોવાના કરને શેરી કૂતરાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે.

મજુરી કામે આવેલાં રમેશભાઈ સોલંકીની પુત્રી સુનીતા રમેશ સોલંકી ઉંમર વર્ષ 7, જેને કૂતરાએ માથાના ભાગે બચકાં ભરી ઈજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં માથાનાં ભાગે એક નહિ પરંતુ સોળ ટાંકા લેવામાં આવ્યા હતા. સાથે આંખના ભાગે પણ ગંભીર ઇજા થઇ હતી. પરંતુ સદનસીબે આંખ બચી જવા પામી હતી. તો બીજી તરફ્ બાજુમાં રહેતાં ઇર્શાદ ભાઈ સુમરાની દીકરી અરવા ઉંમર વર્ષ 5, જે એ વિસ્તારમાં સંબંધીના ઘરે જતી હતી ત્યારે એના પર એક કૂતરાએ હુમલો કરતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર બાર ટકા આવ્યા હતા.

આ બંને ઇજાગ્રસ્ત દીકરીઓનાં વાલીઓએ મહાનગર જૂનાગઢના સત્તાધીશો સામે એમએલસી કેસ દાખલ કર્યો છે. હાલ પોલીસે ઇજાગ્રસ્ત દીકરીઓના વાલીઓનું નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે આવતીકાલે વાલીઓ કમિશ્નરને રજૂઆત કરનાર છે.

.

Latest Stories