/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-245.jpg)
કેશોદ માર્કેટયાર્ડ ખાતે નાફેડ દ્વારા ખરિદ કરવામાં આવેલ તુવેર રીજેક્ટ થતાં સરકારી તંત્ર પોતાનું પાપ છુપવવા ઉંધે કાંધ થયું છે.કેશોદ માર્કેટયાર્ડ ખાતે નાફેડ દ્વારા ખરિદ કરાયેલ તુવેર રીજેક્ટ થતાં અઘિકારીઓ પાપ છુપાવવા ઘાંઘા-વાંઘા થયા છે.
તુવેરની ખરિદીમાં સ્થાનિક તંત્ર દ્વારા હલકી ગુણવત્તાવાળી તુવેર ખરીદાતા જથ્થો રીજેક્ટ થયો જેમાં જીલ્લા સપ્લાય અધિકારી મોરીએ 3 ટ્રક રીજેક્ટ થયા તેમ જણાવ્યું પરંતુ ક્લસ્ટર ધવલ જોષીએ પાંચ ટ્રક રીજેક્ટ થયા તેમ કહ્યું હતું. જ્યારે સ્થાનીક લોકોએ તુવેરનો જથ્થો ૧૭ કરતાં વધુ ટ્રક હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે ચુંટણીના દિવસે કેશોદ તાલુકા ખેડુતપુત્ર હિતરક્ષક સમિતીએ માર્કેટયાર્ડ ખાતે તપાસ કરતા એકદમ હલકી કક્ષાની તુવેરનો મોટો જથ્થો ચોખ્ખો કરવામાં આવતો હતો. આમ ખેડુતોના નામે કાગળિયા ભેગા કરી વેપરીઓએ સરકારને તુવેર ધરબી દીધી એ પણ ખેડુત પસેથી તો નહીં જ.
કેશોદમાં સરકાર દ્વારા ખરિદ કરવામાં આવેલ તુવેરમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ખેડુતો પસે સારી તુવેરની ખરિદી કરવામાં આવી એમાં જેની નબળી નીકળી તેઓને ચારણો મારવા કહેવાયું તો પછી નબળી તુવેર આવી ક્યાંથી તે મોટો સવાલ ઉભો થાય છે ત્યારે ગોડાઉન મેનેજર નિરંજનભાઇએ જણાવ્યું કે ૧ વેપારી પસેથી ૨૨ ખેડુતોના ૭૪૪ કટ્ટા લેવામાં આવ્યા હતા અને એજ તુવેર ખરાબ નીકળતા ભ્રષ્ટાચાર થયાની વાત હવામાં ફેલાતા ખેડુત સમિતીએ માર્કેટયાર્ડ ખાતે ધામા નાખી નબળી તુવેર છાનીમાની બહાર જતી ન રહે તે માટે સમિતીના સભ્યો રાત્રીના માર્કેટયાર્ડ ખાતે રોકાણ કર્યું છે અને કલેક્ટર સુધીના તમામ અધિકારીઓને વાકેફ કરી દીધા છે.
સ્થાનીક લોકોએ ત્યાં સુધી કહ્યું કે ગુજરાતનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર કેશોદ માર્કેટયાર્ડ ખાતે તુવેર ખરિદીમાં થયો છે. જેમાં ગ્રેડર, ગોડાઉન મેનેજર અને એપીએમસી કર્મચારી તરફ આંગળી ચિંધાઇ રહી છે.જિલ્લા પુરવઠા નિગમ ના વિજિલન્સ અધિકારી બ્લોચ સાહેબ દ્વારા હાલ તાપસનો દોર તંત્ર દ્વારા ચાલી રહ્યો છે તેવું જણાવ્યુ હતું.