Top
Connect Gujarat

ટેલિવિઝન નિર્માતા - દિગ્દર્શક  ગૌતમ અધિકારીનું નિધન

ટેલિવિઝન નિર્માતા - દિગ્દર્શક  ગૌતમ અધિકારીનું નિધન
X

મરાઠી ટેલિવિઝન ઉદ્યોગનાં અગ્રેસર મનાતા આગેવાન ટેલિવિઝન નિર્માતા - દિગ્દર્શક એવા ગૌતમ અધિકારીનું લાંબી માંદગી બાદ એમના નિવાસસ્થાને નિધન થયુ હતુ. તેઓ 67 વર્ષના હતા. તારીખ 28મીએ બપોરે મુંબઇનાં વિલેપાર્લેમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ગૌતમ અધિકારીએ એના ભાઇ માર્કન્ડ સાથે મળીને 1985માં 'શ્રી અધિકારી બ્રધર્સ' (સબ) નામની એક કંપની ખોલી હતી. 1985માં એને શેરબજાર પર લિસ્ટ કરવામાં આવી હતી. દેશની એ સમયે શેરબજારમાં લિસ્ટ થયેલી પહેલી ટેલિવિઝન પ્રોડક્શન કંપની હતી.

Next Story
Share it