Connect Gujarat
ગુજરાત

ટ્રેન પર પથ્થર ન ફેંકવા અંતર્ગત RPFએ શરૂ કર્યું મિત્રતા જાગૃતિ અભિયાન

ટ્રેન પર પથ્થર ન ફેંકવા અંતર્ગત RPFએ શરૂ કર્યું મિત્રતા જાગૃતિ અભિયાન
X

તાજેતરમાં જ વડોદરા ડિવિઝનમાં ટ્રેન પર પથ્થર ફેંકવાના અસંખ્ય બનાવો માલુમ પડ્યા જે અન્વયે મોટા ભાગના બનાવોમાં ટ્રેનની આસપાસ રહેતા બાળકો તથા યુવકોએ આ પ્રકારના બનાવોને અંજામ આપ્યો. તેમા પણ મોટા ભાગના બનાવોમાં પાટાની આસપાસ રમતા નિર્દોષ બાળકોએ મસ્તી દરમિયાન રમતમાં આમ કર્યુ હશે. જેને લક્ષમાં રાખીને હવે રેલવે સુરક્ષા દળ વડોદરા ટ્રેન પર પથ્થર ન ફેંકવાની થીમ અંતર્ગત મિત્રતા જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે.છેલ્લા કેટલાક દિવસોમાં આ અભિયાન અંતર્ગત આરપીએફ દ્વારા ડિવિઝનના મહેમદાવાદ, બજવા, ભરૂચ યાર્ડ, ચાવજ, ચાંપાનેર, ગોધરા, અંકલેશ્વર તથા વડોદરામાં પાટાની આસપાસ રહેતા બાળકો તથા લોકોને જાગૃત કરવામાં આવ્યા. તેમને ટ્રેન પર પથ્થર ન ફેંકવાની સલાહ આપવામાં આવી સાથો સાથ તેના ખરાબ પરિણામો અંગે માહિતગાર કરાયા. આ ઉપરાંત લોકોને જણાવ્યું કે આ પ્રકારના બનાવો માલુમ પડે તો તરત જ હેલ્પ લાઈન નં. ૧૮૨ પર જાણકારી આપવી. ડિવિઝનમાં મિત્રતા જાગૃતિ અભિયાન આગળ પણ ચાલુ જ રહેશે.

Next Story