/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/WhatsApp-Image-2019-08-12-at-5.50.55-PM.jpeg)
વડોદરા જિલ્લાના ડભોઇ શહેરમાં નાંદોદી ભાગોળ ખાતે આવેલ શ્રી હરીહર આશ્રમના મહંત પૂ. વિજય મહારાજના નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષોથી પવિત્ર શ્રાવણ માસ નિમિતે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
ચાંદોદ ગામે ખળખળ વહેતી નર્મદા નદીના જળ કાવળમાં ભરી શ્રધ્ધાળુઓ ડભોઇ નગરના વિવિધ માર્ગો ઉપર નીકળ્યા હતા. શ્રાવણ માસના બીજા સોમવારે આ કાવળ યાત્રા ડભોઇ નગરના વાઘનાથ, પંચેશ્વર શિવાલય સહિતના શિવાલયોમાં નર્મદાના જળનો અભિષેક કરી શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે અને દેશ પર આવતી વિપદાઓથી દૂર રાખે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
વડોદરા જિલ્લાના ડભોઇ શહેરમાં છેલ્લા ૧૦ વર્ષથી નાંદોદી ભાગોળ ખાતે આવેલ શ્રી હરીહર આશ્રમના મહંત પૂ. વિજય મહારાજના નેતૃત્વમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. માં રેવાના નીર કાવડમાં ભરી આશરે ૧૦૦થી વધુ શ્રધ્ધાળુઓ કાવડ યાત્રામાં જોડાયા હતા. ચાંદોદથી રાત્રીના નીકડેલ કાવડ યાત્રા પંથકમાં આવતા વિવિધ શિવાલયોના દર્શન કરી ડી.જેના તાલ સાથે હર હર મહાદેવના નાદ પોકારી ડભોઇ ખાતે આવી પહોચી હતી. શિનોર ચોકડી ખાતે ડભોઇના રાજકારણીએ અને આગેવાનો સહિત લોકો દ્વારા કાવડ યાત્રાનું ફૂલહાર અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ડભોઇ ખાતે બિરાજમાન વાઘનાથ શિવાલય અને પંચેશ્વર શિવાલય ખાતે નર્મદાના જળ ચઢાવી ભગવાનની આરતી ઉતારી કાવડ યાત્રા સપન્ન થઈ હતી. ભગવાન ભોળાનાથ દેશ ઉપર આવતી વિપદાઓને દૂર રાખે અને દરેક મનુષ્યોની માનોકામના પૂર્ણ કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.