તરણેતરનાં મેળાની તૈયારીઓ સાથે સ્વાઈન ફલૂ અંગે પણ તકેદારી રાખવા તંત્ર એલર્ટ

New Update
તરણેતરનાં મેળાની તૈયારીઓ સાથે સ્વાઈન ફલૂ અંગે પણ તકેદારી રાખવા તંત્ર એલર્ટ

ગુજરાતનાં સુરેન્દ્રનગર ખાતે સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આગામી 24મી ઓગષ્ટ થી યોજાશે. તા. 27મી ઓગષ્ટ સુધી યોજાનાર આ લોકમેળામાં ખુબજ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડશે.

રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે, જેથી રોગચાળો વધુ ન વકરે તે માટે તરણેતરના મેળામાં યાત્રિકોનું તબીબો દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવશે તરણેતરના મેળાના આયોજન માટે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ કે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ મેળો આગામી તારીખ 24 થી 27મી ઓગષ્ટ સુધી યોજાશે અને મેળામાં લાખોની મેદની બે ત્રણ દિવસ માટે એકઠી થાય છે. ત્યારે કોઈ રોગચાળો ના ફેલાય તે માટે 9 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે.

આ પોઇન્ટ માંથી પસાર થનાર દરેક યાત્રિકોનું ડોક્ટર દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવશે, લોકોના આરોગ્યની સાથોસાથ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પ્રજાજનો ભાતીગળ મેળો માણી શકે તે હેતુ થી 9 પોલીસ પોઇન્ટ ઉભા કરવામાં આવશે.