તાપી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે કરવામાં આવશે

New Update
તાપી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે કરવામાં આવશે

યુનો દ્વારા તા. ૨૧મી, જૂને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા આગામી ૨૧મી જુને યોજાનારા પાંચમા વિશ્વ યોગ દિનની ઉજવણીના આયોજન અંગે વ્યારા ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર આર.એસ.નિનામાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટર નિનામા દ્વારા આ દિને જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. ત્યારે દ્વારા તેના સુચારૂ આયોજન માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિગતવાર ચર્ચા કરી કાર્યક્રમ સંદર્ભે જિલ્લા /તાલુકા કક્ષાની સંકલન સમિતિઓનું ગઠન, નોડલ અધિકારીઓની નિમણુંક, જિલ્લા અને તાલુકા કક્ષાએ યોગદિન ઉજવણીના સ્થળોની પસંદગી તેમજ ઉજવણીમાં ભાગ લેનારાઓનું રજીસ્ટ્રેશન કરવા સહિતની બાબતે ઉપયોગી માર્ગદર્શન અપાયુ હતું. ખાસ કરીને વિવિધ સમિતીઓની રચના કરી ઉચ્ચાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગત વર્ષની જેમ આ વખતે પણ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે કરવામાં આવશે . લોકો જીવનમાં યોગનું મહ્ત્વ સમજી વધુમાં વધુ જોડાય તે માટે સ્થાનિક સ્તરે પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવા સબંધિત અધિકારીઓને ખાસ સુચના આપી હતી.

publive-image

શાળા-કોલેજો સહિત તમામ સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ વિશ્વયોગ દિનની ઉજવણી કરાશે. આ ઉજવણીમાં સૌ કોઈ ઉમંગ અને ઉત્સાભેર જોડાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરાઈ છે.

જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવાએ કાર્યક્રમ અંગે વિગતો આપી આગામી ૭મી, જૂનથી ૧૪મી, જૂન દરમિયાન જિલ્લાના વ્યાયામ શિક્ષકોને તાલીમ આપી તા. ૧૪ થી ૨૦ જૂન દરમિયાન ભાગ લેનારાઓને તાલીમ આપવામાં આવશે એમ જણાવ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનિયાએ કર્યુ હતુ.

બેઠકમાં નાયબ કલેક્ટર પુરવઠા શ્રીમતી નૈતિકા પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા, શિક્ષણાધિકારી પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, મામલતદાર/તાલુકાવિકાસ અધિકારીઓ સહિત ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.