Connect Gujarat
ગુજરાત

ત્રણ ગુજરાતીઓની સાહસિક સફર, લંડન થી મુંબઈ બાય રોડ ખેડયો પ્રવાસ

ત્રણ ગુજરાતીઓની સાહસિક સફર, લંડન થી મુંબઈ બાય રોડ ખેડયો પ્રવાસ
X

ત્રણ ગુજ્જુઓ એ લંડન ટુ મુંબઈ બાય રોડ લાંબી કાર ચલાવી સાહસિક પ્રવાસ ખેડયો છે. આ 22 હજાર કિમી જેટલો રસ્તો માત્ર 90 દિવસની અંદર કાપ્યો છે. આ ત્રણ મિત્રો પૈકી બેનું સ્વપ્ન હતુ કે તેમણે લંડન ટુ મુંબઈ બાય રોડ જવુ છે. તેમજ રસ્તામાં આવનારા તમામ દેશોની મુલાકાત લઈને જુદાજુદા દેશોની સભ્યતા અને સંસ્કૃતિ વિશે જાણવુ છે.

aa

સ્વપ્ન જોવાની અને તેને સાકાર કરવાની કોઈ એક નિયત ઉંમર કે વર્ષ હોતા નથી. અને કાલ્પનિક જીવનને સાકાર કરવા માટે સાહસ સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. આવી જ એક પ્રેરણાદાયી ઘટના જોવા મળી રાજકોટમાં. ત્રણ મુળ ગુજરાતીઓ પૈકી બે ગુજરાતીઓએ લંડન ટુ મંબઈ સુધી બાય રોડ જવાનુ સ્વપ્ન જોયુ હતુ. અને સ્વપ્ન રૂપી ઈચ્છાને હકીકતમાં તબદીલ કરવા માટે 22000 કિલોમીટરનો રસ્તોસર કર્યો હતો.

cc

આ પ્રવાસમાં મહત્વનો ફાળો રમેશભાઈનો રહ્યો છે. રમેશભાઈનો જન્મ આમતો કેન્યામાં થયો છે. પરંતુ તેમની જુની પેઢી મુળ ભારતીય હતી. તેથી તેમને ભારતનો પ્રવાસ ખેડવાનો ખુબજ શોખ અને સ્વપ્ન બંને હતા. તો આ પ્રવાસ દરમિયાન ગાડીની અંદર કોઈ પણ જાતની સમસ્યા સર્જાઈ તો તે તાત્કાલિક ઘડીયએ સ્થળ પર જ કાર રીપેર કરવા બેસી જતા. કારણકે તેઓ પોતે એક મિકેનીક રહ્યા છે.

કનેકટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં રમેશભાઈએ જણાવ્યુ હતુ કે તેઓએ ક્યારેય કલ્પના પણ કરી નહતી કે તેમને આવો કોઈ રિસ્પોન્સ લોકો તરફથી મળશે. રમેશભાઈએ વધુમાં જણાવ્યુ કે તેમને સૌથી વધુ સહયોગ ચાઈનામાં મળ્યો હતો.

ee

જ્યારે રાજેશ કરાડીયા, રમેશ ચૌહાણ અને દયાળભાઈ ની ત્રિપુટી એ તારીખ 28 મી ઓગષ્ટ 2016ના રોજ લંડન થી બાય રોડ મુંબઇ ની શરૂઆત કરી હતી. અને 90 દિવસમાં આ મંઝિલ ને સર કરીને 12 દેશોની સફર પૂર્ણ કરી છે. તેઓ જણાવે છે કે કોઈ પ્રસિદ્ધિ માટે કે કોઈ રેકોર્ડ કરવા માટે આ પ્રવાસ કર્યો નથી પરંતુ છેલ્લા બાર વર્ષથી લંડન થી બાય રોડ આવવાનું સ્વપ્ન જોયુ હતુ જે સાકાર થયુ છે.

Next Story