Top
Connect Gujarat

દક્ષિણ આફ્રિકામાં સાંસરોદના યુવાનની ગોળી મારી હત્યા

દક્ષિણ આફ્રિકામાં સાંસરોદના યુવાનની ગોળી મારી હત્યા
X

વડોદરા કરજણ તાલુકાના સાંસરોદ ગામના યુવાનની નિગ્રો જાતિના લોકોએ ગોળી બાર કરી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ સાંસરોદના અબ્દુલ હસન પઠાણ નામનાં યુવાન છેલ્લા દોઢ વર્ષથી રોજી રળવા દક્ષિણ આફ્રિકાના નેલસ્પરીટ ગામમાં સ્થાયી થયા હતા.

09c9cdc2-d09c-4414-b6ba-1212e564ccc6

ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અબ્દુલ ભાઈને તાબડતોડ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું તેઓ પોતાની પાછળ પત્ની અને બે પુત્રોને વિલાપ કરતા મુકી ગયા છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ કરજણના વલણ ગામના યુવક તથા ભરૂચનાં ઝંઘાર ગામની પરિણીતાની દક્ષિણ આફ્રિકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

4c0617e7-ee40-482a-ac66-dfc28dec9df4

દક્ષિણ આફ્રિકામાં નિગ્રો જાતિના વધી રહેલા હુમલાઓથી ત્યાં ભારતીય સમાજમાં દહેશતનો માહોલ જોવા મળી રહયો છે.

Next Story
Share it