/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/Untitled-1-Recovered-copy-2.png)
- પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ,નવાબીયા ચેરિટેબલ ટ્રસ્ટ અને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દાહોદના સહયોગથી ફ્રી મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
- મોટી સંખ્યામાં દાહોદના શહેરીજનોએ પોતાના શારીરીક રોગોનું ચેકઅપ કરાવી નિદાન કરાવ્યું
દાહોદ ખાતે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ,નવાબીયા ચેરિટેબલ ટ્રસ્ટ અને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દાહોદના સહયોગથી ફ્રી મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ગરીબોના બેલી બનીને આવેલા નિષ્ણાતોએ દાહોદ શહેરના ગરીબ તબક્કાના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી વડોદરાની સેવાભાવી હોસ્પિટલ પારૂલ સેવાશ્રમ તેમજ નવાબી ચેરીટેબલ ટ્રસ્ટ અને દાહોદ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સહયોગથી ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દાહોદના શહેરીજનોએ પોતાના શારીરીક રોગોનું ચેકઅપ કરાવી નિદાન કરાવ્યું હતુ, તેમજ પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ દર્દીઓને મફત સારવાર કરી હતી, તેથી વધુ ગંભીર રોગ ધરાવતા રોગીઓને મફતમાં વડોદરા લઈ જઈ સારવાર કરવામાં આવશે તેમ પારૂલ સેવાશ્રમના ડોક્ટરોએ જણાવ્યું હતું.