દાહોદ : ગરબાડાના નઢેલાવ ગામે દિપડાએ ૬ લોકો ઉપર હિંચકારો હુમલો

New Update
દાહોદ : ગરબાડાના નઢેલાવ ગામે દિપડાએ ૬ લોકો ઉપર હિંચકારો હુમલો

તમામ ઘાયલોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા

દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારોમાં દિન પ્રતીદિન જંગલી દિપડાઓ ગામવાસીઓને પોતાનો શિકાર બનાવતા હોઈ છે. તેવીજ એક ઘટના આજે ફરી બનવા પામી છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે રહેણાક વિસ્તારમાં વહેલી પરોઢે અચાનક દિપડો એક કોતરમાંથી નિકળીને નઢેલાવ ગામનાજ રહેવાસી મેડા મોજીભાઈ વિરાભાઈ ઉ,વ,૬૬ રહેવાસી નઢેલાવ સવારે ખેતર જઈ રહયા હતા.

ત્યારે અચાનક કોતરડામાંથી નિકળી દિપડાએ હુમલો કરતા તેમને ડાબા ખભા પર આગળ પાછળના ભાગે પંજા મારીને ઈજાઓ પહોચાડી હતી. તેમજ એક આંઠ વર્ષીય બાળક ભાભોર રોહીત ઈશુભાઈ ઘરની બહાર રમી રહયો હતો ત્યારે એજ દિપડાએ જમણા હાથે ખભા પર બચકુ ભરયું હતું અને ગરદનના ભાગે પગના નખ મારયા હતા તેમને બન્ને જણાને વધુ સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા અને ફોરેસ્ટ વિભાગના કર્મીઓને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોચી આદમ ખોર દિપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

જયારે ઢળતી સાંજે વનવિભાગના અધિકારીઓ દિપડાને પકડવા માટે જાળ બિછાવી હતી. પણ દિપડો આખો દિવસ દરમિયાન કોતરમાં સંતાયેલો રહયો હતો અને સાંજના સમયે અચાનક દિપડો કોતરમાંથી નિકળી ગામના બીજા ચાર લોકો કે જેમના નામ છે. મોજી મેડા, વિજય મેડા, વિકેશ મેડા, અને ચેતન મેડા,ઉપર અચાનક એક પછી એક હુમલો કરતા ખામવાસીઓમાં નાશ ભાગ મચી જવા પામી હતી અને તમામને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવયા હતા અને દિપડાએ છ લોકોને પોતાનો શિકાર બનાવી ફરી પાછો કોતરમાં જઈને સંતાયો હતો. તેથી વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સતર્ક રહેવા કહ્યું.