દાહોદ જિલ્લાના ખેડુતો દ્વારા નેશનલ કોરીડોર હાઇવેનો કરાયો વિરોધ

New Update
દાહોદ જિલ્લાના ખેડુતો દ્વારા નેશનલ કોરીડોર હાઇવેનો કરાયો વિરોધ

ભારત સરકાર દ્વારા ભારત માલાના પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી- મુબઇને જોડતા નેશનલ હાઇવેનો દાહોદ જિલ્લાના ખેડુતો દ્વારા પોતાની જમીન જતી હોય તેવા ઝાલોદ તાલુકા ૧૩ ગામના ૪૨૦ ખેડુતો ખાતેદારો દ્વારા ઝાલોદ તાલુકાના મુણધા ગામે વિરોધ કરવામા આવ્યો હતો.

ભારત સરકાર દ્વારા ભારત માલા નામનો પ્રોજેક્ટ શરૂ કરવામા આવ્યો છે જેમા સરકાર દ્વારા નવીન કોરીડોર હાઇવે બનાવવાની યોજના છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાથી દિલ્હી-મુમ્બઈ નેશનલ હાઇવે દાહોદ જિલ્લા માથી પસાર થવાનો હોય ત્યારે હાઈવે ઓથોરીટી દ્વારા આજરોજ સવારમાં ઝાલોદ તાલુકા ના મુણધા ગામે હાઇવેની હદબાણ નક્કી કરવા તેમજ પથ્થરો મુકવા માટે આવવાના હોય જેની જાણ ઝાલોદ તાલુકાના ૧૩ ગામોના ખાતેદારોને કરાતા જમીનના માલીકો પોતાની જમીન બચાવવા માટે તેનો વિરોધ કરવા માટે ઝાલોદ તાલુકાના ૧૩ જેટલા ગામના ૪૨૦ જેટલા ખેડુતો ઝાલોદ તાલુકા ના મુણધા ખાતે ભેગા થયા હતા. પરંતુ મુણધા ખાતે હાઇવે ઓથોરીટીના એકપણ અધીકારી કે દાહોદ વહીવટી તંત્રના અધિકારીના આવતા ખેડુતોએ વિલામોઢે પરત ફરવાનો વારો આવ્યો છે.