/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/fdgdfg.jpg)
દાહોદ ખાતે અખિલ ભારતીય મારવાડી મહિલા મંડળ દ્વારા શ્રાવણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ મનોરંજનની સાથે ખરીદી કરી ઉત્સાહભેર શ્રાવણ મેળાનો આનંદ લીધો હતો. મહિલા સશિકતિકરણને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મહિલાઓને પ્રોસ્તાહિત કરવા માટે આ શ્રાવણ મેળાનું આયોજન કરવામાં આવે છે.
જેમાં અલગ અલગ સમાજની મહિલાઓએ ગૃહ ઉદ્યોગથી લઈને વિવિધ આભૂષણો અને કપડાં સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે, સાથે જ દરેક સમાજ માટે નૃત્ય તેમજ વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની સ્પર્ધા પણ રાખવામાં આવતી હોય છે. લકી-ડ્રો દ્વારા પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. સ્પર્ધામાં ભાગ લેનાર ગ્રૂપને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવે છે, તેમજ સ્પર્ધામાં વિજેતા ગ્રૂપને ઈનામ આપવામાં આવે છે. આજના શ્રાવણ મેળામાં ખાણીપીણી સહિતના 40ઉપરાંત સ્ટોલ લાગ્યા હતા, સાથે જ બાળકોની રમત માટે અલગ અલગ રાઈડ પણ રાખવામાં આવ્યા હતા. શહેરની મહિલાઓએ ઉત્સાહભેર શ્રાવણ મેળામાં ભાગ લઈ ખરીદીની સાથે સાંસ્ક્રુતિક કાર્યક્ર્મ તેમજ સ્પર્ધામાં ભાગ લઈ શ્રાવણ મેળાની ભરપૂર મજા માણી હતી.