Connect Gujarat
દેશ

દિલ્હીનો લાલ કિલ્લો આતંકીઓના ટાર્ગેટમાં ! 15 ઓગસ્ટે ધમાકો થવાની આશંકા, એલર્ટ જાહેર

દિલ્હીનો લાલ કિલ્લો આતંકીઓના ટાર્ગેટમાં ! 15 ઓગસ્ટે ધમાકો થવાની આશંકા, એલર્ટ જાહેર
X

દેશની રાજધાની દિલ્હીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 15 ઓગસ્ટે એટલે કે રાષ્ટ્રીય તહેવારે રાજધાની દિલ્હીમાં આવેલા લાલ કિલ્લા પર આતંકી હુમલાનો મોટો ખતરો જાહેર કરવામાં આવ્યો છે. જો કે હાલમાં તો સુરક્ષા એજન્સીએ વાતને ગંભીરતા પુર્વક લઈને એલર્ટ પણ જાહેર કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે આતંકીઓ અફઘાનિસ્તાનના પાસપોર્ટથી રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરશે.

સૂત્રો દ્વારા માહિતી મળી છે કે લાલ કિલ્લાની ફરતે ત્રણ કિલોમીટર સુધીનાં એરિયામાં આતંકીઓ હુમલો કરી શકે છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે આતંકીઓ કોઈ પણ રસ્તાઓનો ઉપયોગ કરી શકે છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકી IED સરકારી ગાડી અને વરદીનો ઉપયોગ કરીને પણ હુમલો કરવાનો પ્લાન બનાવી શકે છે માટે એલર્ટ રહેવું જરૂરી છે.

એજન્સીઓએ આગળ કહ્યું કે ત્રણથી ચાર આતંકી દિલ્હીમાં પ્રવેશવાની શક્યતા. સુરક્ષા એજન્સીઓએ કેટલાક ડાઉટફુલ ફોન કોલ પણ રેકોર્ડ કર્યા છે અને ત્યારથી જ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એજન્સીઓએ કહ્યું કે પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI લખનઉ, દિલ્હી અને ગાઝિયાબાદમાં આતંકી હુમલા કરી શકે છે. સુરક્ષા એજન્સીઓએ દિલ્હી એરપોર્ટ પર વધુ સતર્કતા દાખવવાની સલાહ આપી છે.

નક્કી નહીં કદાચ આ આતંકી હુમલામાં કોઇ VVIPને પણ નિશાન બનાવી શકાય છે. સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના 17 વિસ્તારને સંવેદનશીન જાહેર કરવામાં આવ્યા છે.

Next Story