Connect Gujarat

દિલ્હીમાં ધોનીના ત્રણ મોબાઈલ ફોન થયા ચોરી

દિલ્હીમાં ધોનીના ત્રણ મોબાઈલ ફોન થયા ચોરી
X

દિલ્હીમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ત્રણ મોબાઈલ ફોન ચોરી થયા હતા , જે અંગેની ફરિયાદ ધોનીએ દ્વારકા સેક્ટર 10 સ્થિત પોલીસ સ્ટેશનમાં કરી હતી.

ઝારખંડ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વિજય હજારે ટ્રોફી માટે પશ્ચિમ બંગાળ ટીમ સાથે સેમિફાઇનલના મુકાબલા માટે દિલ્હી આવ્યા હતા, જે પોતાની ટીમ સાથે દ્વારકાના એક હોટલમાં રોકાયા હતા ,જેમાં એક દિવસ પહેલા તે હોટલમાં આગ લાગી હતી, જેમાં ધોની અને તેમની ટીમ ને સુરક્ષિત રીતે હોટલની બહાર કાઢવા આવ્યા હતા, અને તેના પછી તેમના ત્રણ મોબાઈલ ફોન મળ્યા ન હતા ,ફોન માં ટીમ ઇન્ડિયા અને બીસીસીઆઈ ને લગતી તેમાં બધી જાણકારી હતી, જેમાં પોલીસે જાણકારી મળ્યા મુજબ આ ઘટનાની ફરિયાદ નોંધી તે અંગેની તપાસ હાથધરી છે.

Next Story
Share it