/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/lakshmi_ganesha_saraswati_puja.jpg)
દિવાળીના પર્વના શુભ તહેવારો નો આજથી પ્રારંભ થયો છે. દિવાળીના તહેવાર પર શુભ મૂહુર્તો વિશે અમે આપને જણાવીએ છીએ. દિવાળી પૂજન માટે શુભ મંગળકારી મુહુર્તમાં પૂજા કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
તારીખ 26 એ રામ એકાદશી, તારીખ 27મી એ વાઘ બારસ, 28મી ઓક્ટોબર ના રોજ ધનતેરસનો તહેવાર છે. આ દિવસે સાંજે 5:38 વાગ્યાથી 6 :22નો સમય પૂજા માટે શુભ છે.
જ્યારે તારીખ 29મી ના રોજ કાળી ચૌદશના દિવસે સવારે 5:06 થી 6:31 સુધીનો 1 કલાક અને 25 મિનિટનો સમય શુભ છે. તેમજ દિવાળી પર સાંજે 6:29 થી 8:12 સુધીનો 1 કલાક અને 43 મિનિટનો સમય શુભ છે.
તારીખ 30મી ઓક્ટોબર પ્રકાશનું પર્વ દિવાળી છે,31મી ઓક્ટોબરે નવા વર્ષનું શુભ મૂર્હુત સવારે 6:32 વાગ્યા થી 8:45 સુધીનું છે. તેમજ ભાઇ બીજના અવસરે ભાઇને તિલક કરવાનું શુભ મૂર્હુત બપોરે 1:10 થી 3:23 વાગ્યા સુધીનું હોવાનું જાણવા મળ્યુ છે.