દેડિયાપાડા : ખૈડીપાડા ગામે યુવાનને ગળે ટૂંપો દઈ કરપીણ હત્યા કેશમાં 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

New Update
દેડિયાપાડા : ખૈડીપાડા ગામે યુવાનને ગળે ટૂંપો દઈ કરપીણ હત્યા કેશમાં 2 આરોપીની પોલીસે કરી  ધરપકડ

લગ્નમાં પરિણીતાનો હાથ પકડી પાડવા બાબતની રીશ રાખી સાળા બનેવી એ યુવાનને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યો હતો.

ડેડીયાપાડાના ખૈડીપાડા ગામે યુવાનની હત્યાને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું હતું. જે ડેડીયાપાડા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં બે ની ધરપકડ કરી છે. પોલીસે ચાર શખ્સોની સંડોવણી હોવાની વાત કરી હજુ બેની તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડેડીયાપાડાના ખૈડીપાડા ગામમાં લગ્ન હતું. જેમાં ગંભીરભાઇ વસાવા એ ગામમાં રહેતી પરણિતા સુમિત્રા અમરસીંગ વસાવાનો હાથ પકડી પડ્યો હતો અને છેડતી કરી હતી. જે બાબત તેના પતિ અમરસીંગને ખબર પડતા સાલા રાજેશ કાલીયા વસાવા સાથે તેના ઘરે જઈ ઝઘડો કર્યો હતો. સાથે બીજા દિવસે પંચ બેસાડવા પણ દબાણ કર્યું હતું, ગંભીર વસાવાનો મૃતદેહ મહુડાનાં ઝાડ પર લટકતો મળ્યો. જેથી ગંભીર વસાવાની પત્ની સોમીબેને ડેડીયાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડેડીયાપાડા આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોક્ટર થી પી.એમ.કારવ્યું જેમાં ગળે ટૂંપો આપી મારી નાખવાની બાબત સામે આવતા ડેડીયાપાડા પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દેડિયાપાડાના પીઆઇ સી.એમ.ગામીત અને તેમની ટીમે ગામના અમરસીંગ વસાવા અને રાજેશ વસાવાની ધરપકડ કરી. જેમની સાથે ભારત ગોરધન વસાવા, પ્રવીણ જાતર વસાવા નું પણ નામખૂલતા તેમની પણ ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories