દ્વારકા : મતદાતાને ધમકાવતો પબુભા માણેકનો વીડિયો વાઇરલ

New Update
દ્વારકા : મતદાતાને ધમકાવતો પબુભા માણેકનો વીડિયો વાઇરલ

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં ભુલ બાબતે હાલ પબુભા માણેકનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે તેવામાં સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્યારનો છે તે સમયની કોઈ ચોક્કસ જાણકારી તો નહોતી મળી શકી પણ તેમાં સાંભળી શકાય છે કે લોકો પાસે મત માગવા પહોંચેલા પબુભા નાની વાતમાં પણ રોષે ભરાઈ જાય છે. મતદાતાના એક સામાન્ય પ્રશ્ન પર પબુભા માણેક ભડકયા હતા ને સીધું જ કહી દીધું હતું કે કોંગ્રેસવાળા રોકડા દઈ ગયા છે? બંધ થઈ જા હવે, લપલપ ના જોઈએ ખોટી. આને બહાર લઈ જા, આવાને તો બે નાખી દેવાય. પબુભા માણેકનું આવું વલણ જોઈને ત્યાં હાજર લોકો પણ તે વ્યક્તિને બહાર ખેંચીને લઈ ગયા હતા.