ધન્વન્તરી આરોગ્યરથ દ્વારા ૫૧ હજાર શ્રમિકોને સારવાર અપાઇ

New Update
ધન્વન્તરી આરોગ્યરથ દ્વારા ૫૧ હજાર શ્રમિકોને સારવાર અપાઇ

વલસાડની ગુજરાત મકાન અને અન્ય‍ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીના ઉપક્રમે ધન્વતન્તરી આરોગ્ય રથ વલસાડ જિલામાં બાંધકામ સાઇટ અને કડિયાનાકા પર જઇને બાંધકામ કરતા શ્રમિકોની આરોગ્યક સારવાર કરે છે. અત્યાર સુધીમાં પ૧૧૪૯ શ્રમિકોને સારવાર આપવામાં આવી છે. જે બદલ બાંધકામ નિરીક્ષક હર્ષિલ રાઉત, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર ટી.વી.ઠાકોર તેમજ ફિલ્ડ આસીસ્ટન્ટ ભાવિકા ભુસારા વતી ધન્વતન્તરી આરોગ્ય રથ ટીમના કો.ઓ. ડૉ.રાકેશ પાન્ડે, ડૉ.દિપાલી પટેલ, જયદીપભાઇ, મેહુલ પટેલ, તેજલ પટેલ તેમજ સુનિલ માલીવાડને શ્રમિકોની નિઃસ્વાર્થ સારવાર કરવા બદલ અભિનંદન પાઠવામાં આવ્યા છે.