Top
Connect Gujarat

ધોરાજી : નર્મદા નીરની માંગ સ્વિકારાતા ધારાસભ્યે સમેટયુ આંદોલન, 60ગામોને મળશે નર્મદા નીરનો લાભ

ધોરાજી : નર્મદા નીરની માંગ સ્વિકારાતા ધારાસભ્યે સમેટયુ આંદોલન, 60ગામોને મળશે નર્મદા નીરનો લાભ
X

લલિત વસોયા એ કર્યા પારણા

તંત્ર દ્વારા નર્મદા નીરની ખાત્રી આપતા કર્યા પારણા

ધોરાજી, માણાવદર અને કુતિયાણાના ગામોને નર્મદા નીર આપવાની ખાત્રી આપી

ધોરાજીમાં નર્મદા નીર શરૂ થયુ

માણાવદર અને કુતિયાણા માં 10 દિવસમાં આપવામાં આવશે નર્મદા નીર

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમા પાણી મામલે પોકાર ઉઠ્યો છે. બીજી તરફ સરકારે પણ પોતાના મંત્રી તેમજ જિલ્લાના પ્રભારીઓને સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજવાના આદેશ પણ આપ્યા છે. ત્યારે ધોરાજી, માણાવદર અને કુતિયાણા તાલુકાના 60 ગામોને નર્મદા નીર આપવાની માંગ સાથે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આમરાંણત ઉપવાસ પર બેઠા હતા. જો કે ધારાસભ્યના ઉપવાસ શરૂ થયાની ગણતરીની મિનીટોમા જે પાઈપલાઈન મારફત દોઢેક વર્ષથી પાણી આપવામા નહોતુ આવતુ. તે પાણી ગણતરીની મિનીટોમા જ શરૂ કરી દેવામા આવ્યુ. તેમ છતા ધારાસભ્ય લલિત વસોયાએ તંત્ર પાસેથી લેખિતમા આપવાની માંગ કરી હતી. જે બાદ ગણતરીની કલાકોમા તંત્ર દ્વારા પ્રથમ ધોરાજી તાલુકાના ગામોમા ભાદર 2 ડેમનુ પ્રદુષિત પાણી આપવાની જગ્યાએ નર્મદા નીર આપવાનુ શરુ કર્યાનુ લેખિતમા આપવામા આવ્યુ હતુ.

જે બાદ પણ ધારાસભ્ય દ્વારા ઉપવાસ ન છોડવાનુ એલાન કરતા તંત્ર દ્વારા કુતિયાણા તાલુકા અને માણાવદર તાલુકાના ગામોમા આગામી 10 દિવસમા નર્મદા નીર કાયમી ધોરણે પહોંચાડવાની લેખિતમા બાહેંધરી આપવામા આવી હતી. ત્યારે સવાલ તો એ ઉભો થાઈ છે કે આખરે શુ અત્યાર સુધી તંત્ર ધારાસભ્યના ઉપવાસની રાહ જોતુ હતુ કે શુ.

Next Story
Share it