/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-167.jpg)
નર્મદા જીલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી વરસી રહેલ મુસળધાર વરસાદને પગલે કેળના પાક પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી મુસળધાર વરસાદ પડી રહ્યો છે. કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમમાંથી ૧ લાખ કયુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે.એક જ દિવસમાં જયારે પાણી આટલી માત્રામાં છોડાયું છે, ત્યારે કરજણ ડેમ બે કાંઠે વહેવા લાગ્યો હતો, જેને કારણે કિનારાના નીચાંણવાળા ખેતરોમાં પાણી ભરાયા હતા. રાજપીપલાના સ્મશાન વિસ્તારના 200 એકર જમીનોમાં પાણી ફરી વળ્યાં હતા. જેને કારણે 10થી 12 ફુટ ઉંચી કેળ પણ પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી. હજુ આ ખેતરોમાં પાણી ઓસર્યા નથી. તો મોંઘા દાંત ટીસ્યુ અને બિયારણો ધોવાઈ ગયા અને ઉભી કેળો પાણીમાં ગરકાવ થઇ જતા ભારે નુકશાન થયું હતું.
કરજણ ડેમના પાણીની સાથે સતત વરસાદને લઈ ખેતરોમાં જળ ફૂટતા પાણીનો નિકાલ થતો નથી. ડેમમાં ધીરે ધીરે પાણી છોડવામાં આવે તો ખેડૂતોને નુકશાન થવાની સંભાવના ના રહેતી તેમ ખેડૂતોનું માનવું છે. રાજપીપલા ગામના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. નદી કિનારા પર આવેલ ખેતરોમાં કાયમ મુશ્કેલી રહેતી હોવાથી તંત્ર દ્વારા પ્રોટેક્શન વોલ બનાવે તેઅત્યંત જરૂરી છે. ખેડૂતોને થયેલ નુકશાની માટે કરજણ જળાશય યોજના તરફથી વળતળ મળે તેવી માંગ પણ ઉઠી છે.