Connect Gujarat
ગુજરાત

નર્મદા ડેમ 131.20 મીટરની ઐતિહાસિક સપાટી પર, ખોલાયા ડેમના 22 દરવાજા

નર્મદા ડેમ 131.20 મીટરની ઐતિહાસિક સપાટી પર, ખોલાયા ડેમના 22 દરવાજા
X

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમની જળ સપાટી ઉતારો ઉત્તર વધી રહી છે.આ ચોમાસે પહેલીવાર સરદાર સરોવરની સપાટી 129.65 મીટરે પહોંચી હતી.મોડી રાત્રે નર્મદા ડેમ એની ઐતિહાસિક સપાટી 131.20 મીટર પર પહોંચતા ડેમના 22 દરવાજા ખોલી નંખાયા હતા.આને ઐતિહાસિક સપાટી એટલા માટે કહી શકાય કે નર્મદા ડેમ 2016માં 3 વખત ઓવર ફ્લો થયો હતો અને છેલ્લે ઓક્ટોબર 2016માં ઓવર ફ્લો થયો ત્યારે ડેમની સપાટી 131.18 મીટર હતી.હાલ 96 હજાર ક્યુસેક પાણી નદીમાં જઇ રહ્યું છે જ્યારે 6 હજાર ક્યુસેક પાણીની આવક છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ NCA દ્વારા નર્મદા ડેમને 131 મીટર સુધી ભરવાની પરવાનગી અપાઈ છે. સરદાર સરોવર નર્મદા બંધમાં જળાશય પ્રથમ વખત ભરવાનું હોવાથી એની નિર્ધારિત સપાટી 131.00 મીટરની છે જે મોડી રાત્રે 1:30 વાગે 131 મીટરની ઉપર પહોંચી જતા સરદાર સરોવર ડેમના 22 દરવાજા ખોલાયા હતા, 2017માં દરવાજા લાગ્યા બાદ આ પ્રથમ વખત દરવાજા ખોલાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમમા પાણીની આવક થતા સિંચાઈ અને પીવના પાણી સહીત વીજળી ઉતપન્ન કરવા જેવા પ્રશ્નો બાબતે ફાયદો થશે એ ચોક્કસ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં નર્મદા ડેમમાં દરવાજા લગાડવાની મંજૂરી અપાઈ હતી,પરંતુ એ દરમિયાન ડેમના ઉપરવાસમાં વધુ વરસાદ ન પડતા તંત્ર ડેમના દરવાજાની ચકાસણી માટે સક્ષમ ન હતું.પરંતુ 9મી ઓગસ્ટના દિવસે તંત્રએ ડેમના દરવાજા ખોલી એની ચકાસણી પણ કરી લીધી છે.

સરદાર સરોવર ડેમની વધતી સપાટીને લઈને મોડી રાત્રે દરવાજા ખોલી પાણી છોડવું પડે એવી સ્થિતિ હોવાથી વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ પોતાના કાંઠા અને નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ પણ કરી દીધા હતા.મોડી રાત્રે નર્મદા ડેમનું પાણી છોડતા કેવડીયાથી ગોરા ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.જેથી એ બ્રિજ પર પોલીસ પહેરો પણ ગોઠવી દેવાયો હતો અને મોડી રાતથી જ બ્રિજ બંધ કરાયો હતો. બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતા એ નજારો જોવા લાયક બન્યો હતો.

Next Story
Share it