New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/457308-narendra-modi-pti.jpg)
નોટબંધીના મામલે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે નોટબંધી 1971માં ઇન્દિરા ગાંધીની સરકારના સમયગાળા દરમિયાન લાગુ કરી દેવા જેવી હતી.
આ મહત્વપૂર્ણ નિર્ણય 1971માં ન લેવાયાને કારણે ભારતે ઘણુ નુકશાન વેઠવુ પડયુ છે, કેમકે ત્યારની કોંગ્રેસ સરકાર દ્વારા કાળા નાણાં રોકવાના અસરકારક પગલા લેવામાં આવ્યા ન હતા.
આ સિવાય મોદીએ ભૂતપૂર્વ અધિકારી માધવ ગોડબોલેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો જેમાં એ વાતનો રેકોર્ડ છે કે તે સમયના ગૃહ પ્રધાન વાય.બી ચૌહાણે દેશમાં કાળાનાણાં અને અન્ય છુપાવેલી ધન સંપત્તિને બહાર લાવવા નોટબંધીની ભલામણ સરકારને કરી હતી.
1971માં દ્વારા નોટબંધીની ભલામણોનો સ્વીકાર કરીને આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ થાત જ નહિ એમ મોદીએ ઉમેર્યું હતુ.