Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : શહેરા તાલુકાની ૬ ગ્રામ પંચાયતો માટે સરપંચ તેમજ સભ્યપદની ચુંટણીનું મતદાન યોજાયુ

પંચમહાલ : શહેરા તાલુકાની ૬ ગ્રામ પંચાયતો માટે સરપંચ તેમજ સભ્યપદની ચુંટણીનું મતદાન યોજાયુ
X

પંચમહાલ જીલ્લાની શહેરા તાલુકાની ૬ ગ્રામ પંચાયતો માટે સરપંચ તેમજ સભ્યપદની ચુંટણીનું મતદાન યોજાયુ હતુ.જેમા વહેલી સવારથી મતદારોની લાંબી કતારો મતદાન કરતા જોવા મળી હતી.

પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની પેટાચુંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે શહેરા તાલુકાની ભેંસાલ, મંગલપુર, કવાલી, ગુણેલી, વિજાપુર, ચોપડાખુર્દ આ છ જેટલી ગ્રામ પંચાયતોની ચુંટણીનું મતદાન રવિવારે સવારે શાંતિપુર્ણ માહોલમાં શરૂ થયુ હતુ. મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. મતદારોએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મંગલપૂર ગ્રામ પંચાયત મોટી પંચાયત હોવાથી અહી આવેલા મતદાન મથક ખાતે મોટી સંખ્યામાં મતદાન કરતા ગ્રામજનો જોવા મળ્યા હતા. આ વખતે ગ્રામ પંચાયતની ચુટણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂટણીનો લોકોઁં અન્ય લોકસભા કે વિધાનસભાની ચુટણી કરતા વધારે ઉત્સાહ જોવા મળતો હોય છે.

Next Story