New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/ank-pandvai-02.jpg)
હાંસોટ પંડવાઈ શુગરનાં ચેરમેન ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે શાસ્ત્રોકત વિધિ થી શેરડી પીલાણની શરૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં પંડવાઈ શુગર ખાતે સંસ્થાનાં ચેરમેન ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે વિધિવત પૂજન અર્ચન કરી નવી પીલાણ સીઝનની શરૂઆત કરવામાં આવી હતી,23,754 એકરમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે. અને અંદાજીત 6 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.પંડવાઈ ખાતે સંસ્થાનાં ચેરમેન ઈશ્વરસિંહ પટેલ, સંસ્થાના ઉપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, સંસ્થાનાં ડિરેક્ટર રસીકાબેન રમણભાઈ તેમજ ડિરેક્ટર અલ્પેશભાઈ દલપતભાઈ પટેલ સહિતનાં પદાધિકારી, કર્મચારીઓ, તેમજ કામદારોની ઉપસ્થિતમાં શેરડી પીલાણની શરૂઆત કરવામાં આવી હતી.