/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-6-2.jpg)
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ વર્ષના પદ્મ ભૂષણ એવોર્ડ માટે બે વાર ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સુશીલ કુમારના નામની ભલામણ કરવામાં આવી છે.
તે સાથે જ ફેડરેશને લાંબા સમય સુધી સુશીલ કુમારના કોચ રહેલા અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા યશવીર સિંહ તેમજ મહિલા પહેલવાન અલકા તોમરનું નામ પણ પદ્મ ભૂષણ એવોર્ડ માટે નામાંકિત કરવા ખેલ મંત્રાલયને મોકલવામાં આવ્યું છે.
ફેડરેશન દ્વારા રિયો ઓલિમ્પિકમાં સુશીલ કુમારના સ્થાને નરસિંહ યાદવને મોકલવાની બાબતને સમર્થન અપાયા બાદ સુશીલ અને રસલિંગ ફેડરેશન વચ્ચે કંઇક ઠીક નહોતુ ચાલી રહ્યું. પરંતુ તેવામાં ફેડરેશને પદ્મ ભૂષણ માટે સુશીલના નામની ભલામણ કરતા તેમની વચ્ચે બધુ જ ઠીકઠાક થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
દેશના ત્રીજા નંબરના સર્વોચ્ચ નાગરિક સન્માન માટે 15 વખત બિલિયર્ડસ અને સ્નૂકર ચેમ્પિયન પંકજ અડવાણીના નામની પણ ભલામણ કરવામાં આવી છે. તે સાથે જ તાજેતરમાં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જીતનાર શૂટર જીતુ રાય અને ટેનિસ ખેલાડી શરથ કમલના નામ પણ પદ્મ શ્રી માટે મોકલવામાં આવ્યા છે.