/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/WhatsApp-Image-2019-06-05-at-5.15.57-PM.jpeg)
માનવી તથા પ્રકૃતિ સાથે એકરૂપતા સ્થાપવા માટે ઉજવાનારા વિશ્વ પર્યાવરણ દિન આ વર્ષે બીટ એર પોલ્યુશનની થીમ પર આધારિત છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં પણ બીટ એર પોલ્યુશન થીમ પર ડિવિઝનલ રેલવે શ્રી મેનેજર દેવેન્દ્ર કુમારની હાજરીમાં નેરોગેજ પર ચાલનાર પ્રતાપનગર-જંબુસર પેસેન્જર ટ્રેનને બાયો ડીઝલ (બી 5) દ્વારા ચલાવવામાં આવી તથા પ્રતાપનગર રેલવે સ્ટેશન સામે હેરીટેજ પાર્કમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
વડોદરા ડિવિઝનના આ પ્રસંગે વિશિષ્ટતા એ હતી કે ડિવિઝનલ રેલવે મેનેજરની હાજરીમાં વડોદરા સ્ટેશને પર્યાવરણ જાળવણી માટે આઈએસઓ 14001 : 2015 પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું. આ પ્રસંગે બાયો ટોયલેટ અંગે પ્રવાસીઓને જાગૃત કરવા માટે ડિવિઝનના વડોદરા રેલવે સ્ટેશન પર બાયો ટોયલેટ મોડેલનું પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું જ્યારે સ્ટેશન પર જ રેલવે કર્મચારીઓ દ્વારા એર પોલ્યુશન રોકો વિષય પર નુક્કડ નાટક પણ ભજવવામાં આવ્યું. પેસેન્જર એસોસીએશનના સભ્યો દ્વારા સ્ટેશન પર સ્ટોલ ધારકોને છોડ પણ આપવામાં આવ્યા.
આ પ્રસંગે સિનિ. ડિવિઝનલ રેલવે મેનેજર પ્રમોદ ગદ્રે, ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત હતા. આ બધી પ્રવૃત્તિઓમાં ડિવિઝનના ભરૂચ રેલવે સ્ટેશને મા શક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર તથા હેલ્થ સેફ્ટી એનવાયરોનમેન્ટ ફાઉન્ડેશન દ્વારા જાગૃતિ રેલી તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા. જ્યારે આણંદ રેલવે સ્ટેશન ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ, આણંદ અને રાષ્ટ્રીય અંધજન મંડળે વૃક્ષારોપણ કર્યું. લાયન્સ ક્લબ જીઆઈડીસી દ્વારા આણંદ રેલવે સ્ટેશન માટે ટ્રી ગાર્ડ પણ આપવામાં આવ્યું.
આ પ્રસંગે નડિયાદ રેલવે સ્ટેશને લાયન્સ ક્લબ તથા રોટરી ક્લબની પણ ભાગીદારી હતી. આ ઉપરાંત સમગ્ર ડિવિઝનમાં આ પ્રસંગે એનજીઓ દ્વારા વૃક્ષારોપણ જાગૃતી રેલી તથા શ્રમદાન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.