પારસીઓના પતેતી પર્વે પતેતી મુબારક પાઠવતા મુખ્યમંત્રી

New Update
પારસીઓના પતેતી પર્વે પતેતી મુબારક પાઠવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પારસીઓના નવા વર્ષ પતેતી પર્વની સમસ્ત પારસી પરિવારોને મુબારક પાઠવી છે.

મુખ્યમંત્રીએ ‘પતેતી મુબારક‘ પાઠવતા સંદેશમાં જણાવ્યું છે કે, આપણા સમાજજીવનમાં સદીઓથી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલી પારસી કોમ સામાજિક સમરસતા, સંવાદિતા અને આપસી પ્રેમનું જવલંત ઉદાહરણ પુરૂં પાડી રહી છે. તેમણે સૌ પારસી પરિવારો માટે નવું વર્ષ સુખદાયી અને સમૃધ્ધિસભર રહે તેવી શુભેચ્છાઓ પણ વ્યકત કરી છે.