New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/8898-e1556208590803.jpg)
ભરૂચના પાલેજ નગરના એસ કે ૨ સોસાયટી સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૧૧ જુગારીઓને ભરૂચ એલ સી બી પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર ભરૂચ એલ સી બી ની ટીમ પાલેજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ભરૂચ એલ સી બી પોલીસે એસ કે ૨ સોસાયટીમાં છાપો મારતાં જુગાર રમતા અગિયાર જુગારીઓને ઝડપી પાડી તેઓની પાસેથી અંગજડતીમાં રોકડા રૂપિયા ૨૧,૦૦૦ દાવ પરના રૂપિયા ૭,૫૫૦ તથા મોબાઇલ નંગ ૯ કિંમત રૂપિયા ૩૨,૦૦૦ મળી કુલ રૂપિયા ૬૦,૫૫૦ના મુદ્દામાલ સાથે તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ પાલેજ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો હતો.