પીએમ નરેન્દ્ર મોદી સતત છઠ્ઠીવાર લાલ કિલ્લા પરથી લહેરાવ્યો તિરંગો

New Update
પીએમ નરેન્દ્ર મોદી સતત છઠ્ઠીવાર લાલ કિલ્લા પરથી લહેરાવ્યો તિરંગો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી લાલકિલ્લા પર તિરંગો લહેરાવીને દેશને સંબોધન કર્યુ.લાલ કિલ્લા પરથી ભાષણ આપતા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ લાલકિલ્લાથી નરેન્દ્ર મોદીનું આ પહેલુ ભાષણ છે તેથી આ ભાષણ પરના માત્ર દેશ પરંતુ સમગ્ર દુનિયાની નજર છે. PM મોદીએ સતત છઠ્ઠીવાર લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે.

publive-image

PM મોદીએ કહ્યુ કે આઝાદી બાદ અત્યાર સુધી જેમણે દેશના વિકાસમાં યોગદાન આપ્યુ છે. તેમને પણ તેઓ વંદન કરે છે. નવી સરકારના 10 અઠવાડિયા પણ થયા નથી પરંતુ આટલા ઓછા સમયમાં પણ દરેક ક્ષેત્રમાં કાર્ય કરવામાં આવી રહ્યુ છે. 10 અઠવાડિયાની અંદર જ કલમ 370, 35Aને હટાવવા સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને સાકાર કરવામાં એક પગલુ છે. મુસ્લિમ બહેનોના હિત માટે તીન તલાક ખતમ કરીને બિલ લાવવામાં આવ્યુ છે.

વડાપ્રધાન મોદીએ લાલકિલ્લા પરથી પોતાના સંબોધનમાં દેશને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી. તેમણે રક્ષાબંધનની શુભકામનાઓ આપી સાથે પૂર પીડિતો માટે ચિંતા પણ વ્યક્ત કરી.

સ્વતંત્રતા પર્વ પર આતંકી હુમલાના એલર્ટના પગલે રાજધાની દિલ્હીમાં સાવચેતીના ભાગરૂપે સ્થાનિક પોલીસ, સુરક્ષાકર્મી, ટ્રાફિક પોલીસ, એનએસજી, સૈન્ય અને એસપીજીના કમાંડો તૈનાત કરવામાં આવ્યાં છે. સાથે જ આકાશમાંથી પણ સતત ચાંપતી નજર રાખવામાં આવશે. ગુપ્તચર વિભાગે આપેલા એલર્ટ બાદ લાલકિલ્લા અને તેની આસપાસ દિલ્હી પોલીસના હજારો કર્મીઓ અને અર્ધ સૈનિક બળોની ટુકડીઓ તૈનાત રહેશે.