પેટલાદ સિવિલ હોસ્પિટલ(સયાજી)નો આંખ સારવાર વિભાગ ગરીબો માટે બન્યો આશાનું કિરણ

New Update
પેટલાદ સિવિલ હોસ્પિટલ(સયાજી)નો આંખ સારવાર વિભાગ ગરીબો માટે બન્યો આશાનું કિરણ

અત્યાર સુધીમાં ૧૫ હજાર જેટલી સફળ સર્જરી

આણંદ જિલ્લામાં અનેક નિરાધાર-વૃધ્ધો,ત્રાંસીઆંખ ધરાવતા બાળકો, દિકરીઓ ગરીબ-પરિવારોની આંખોનું અજવાળુ પાથરવામાં સિવિલ હોસ્પિટલ પેટલાદના આંખ વિભાગનું આકર્ષણ ઉભુ થયુ છે. અહીં થતા હજારો ઓપરેશન બાદ કોઇપણ પ્રકારની ફરિયાદના પ્રશ્નો થયા નથી અને આંખના તબીબ ડૉ. કૌશલ શાહ પણ ગરીબ લોકોની આ સેવાથી સેવાભાવી સંસ્થાઓમાં અને જિલ્લાભરમાં પ્રિય બન્યા છે.publive-image

પેટલાદ શહેરમાં આવેલ એસ.એસ.હોસ્પિટલ(સયાજી હોસ્પિટલ) સિવિલ હોસ્પિટલ નામે ઓળખાતી સરકારી હોસ્પિટલ જિલ્લામાં આંખના ઓપરેશન માટે ગરીબ-મધ્યમ વર્ગના લોકો માટે લોકપ્રિયબની છે. સામાન્ય રીતે અન્ય ખાનગી હોસ્પિટલો માં આવા ઓપરેશનો માટે મોટો ખર્ચ થતો હોય છે ત્યારે પેટલાદના આ સરકારીદવાખાને વિનામૂલ્યેસેવા મળી રહી છે. મોતીયા, ઝામર,પડદાના વિવિધરોગો, કિકીના રોગો, ત્રાંસી આંખ, નાસુર, વેલ ના રોગોસામે સારવાર મળે છે. અત્યાર સુધીમાં ૧૫૦૦૦ જેટલી સફળ સર્જરીએ આ દવાખાનાને લોકપ્રિય બનાવ્યુ છે. જેનો શ્રેય ડો. કૌશલ મહેન્દ્રકુમાર શાહને જાય છે. તેઓ આંખના સર્જન(એમ.એસ.) છે. તેઓ છેલ્લા દસ વર્ષથી એક ધારી પેટલાદ સિવીલ હોસ્પિટલ માં સેવા આપી રહ્યા છે.publive-image

આ ઉપરાંત જિલ્લાની પ્રાથમિક શાળાઓના બાળકોની આંખોની તપાસણી પણ કરીને ૧૨ હજાર જેટલા યોગ્ય ચશમાનું પણ વિતરણ કરાવ્યુ છે. ડો. કૌશલ મહેન્દ્રકુમાર શાહે વિવિધ સેવાભાવી સંસ્થાઓ માં પણ પ્રિય બન્યા છે. અને તેઓ સાથે સુચારૂ સંકલન કરીને વિશ્વ દ્રષ્ટિદિન વિશ્વ ઝામરદિન,ચક્ષુદાન પખવાડીયાની ઉજવણી અને લોકજાગૃતિ નું સુંદર કામ પણ કરે છે.publive-imageઆણંદ જિલ્લામાં દ્રષ્ટિની ખામી વાળા દિવ્યાંગ વ્યક્તિઓની ચકાસણી, તપાસણી કરીને ભારત સરકારશ્રીની યુ.ડી.આઇ.ડી. યોજના હેઠળ ૧૨૦૦ જેટલા વ્યક્તિઓને પ્રમાણપત્રો આપ્યા છે.આ વિસ્તારના જરૂરિયાતમંદ ૧૭૦૦ વૃધ્ધ વ્યક્તિઓને નજીકના વાંચવાના ચશમાનું પણ વિતરણ કરાવ્યુ છે. ખાનગી હોસ્પિટલોના આકર્ષણ વચ્ચે પેટલાદનું સરકારી દવાખાનું એટલું લોકપ્રિય થયુ છે કે રોજના ૧૫૦ લોકોની ઓ.પી.ડી, મહિનામાં ૧૨૦ થી ૧૪૦ ઓપરેશન, વર્ષે ૧૫૦૦ થી ૧૭૦૦ આંખના ઓપરેશન થાય છે.