પ્રખ્યાત હિરોઈન રૂમા ગુહા થાકુર્તાનું 84 વર્ષની ઉમરે સોમવારે નિધન થયું. આ દુખદ ઘટના કોલકતામાં આવેલા એમના ઘરમાં જ બની. 1934મા કોલકતામાં જન્મેલી રૂમાએ 1951માં મહાન સિંગર અને એક્ટર કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા. 1960માં રૂમાએ અરૂપ ગુહા થાકુર્તા સાથે લગ્ન કર્યા હતા.

હજુ થોડા દિવસો પહેલા જ રૂમા પોતાના ઘરે કોલકતા ગઈ હતી. તે પોતાનાં દિકરા અમિત કુમારને મળવા મુંબઈ આવી હતી. તેમજ મુંબઈમાં ત્રણ મહિના રહી હતી. તેનું નિધન થયુ ત્યારે તે કોલકતામાં પોતાના ઘરે બાલીગંગે પ્લેસમાં હતી. મમતા બેનરજીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

કેટલીય શાનદાર બંગાળી ફિલ્મમાં કામ કરવા સિવાય રૂમા એક જાણીતી પ્લેબેક સિંગર પણ હતી. તેમણે એન્ટની ફિરંગી, ગંગા ઓભીજાન, પાલાતક, આશિતે આસિમો ના જેવી હિટ ફિલ્મોમાં હિરોઈન તરીકે કામ કરેલું છે. તેમની બાલિકા વધુ ફિલ્મ તો આજ સુધી લોકોને યાદ છે. એમણે સ્તયજીત રે ની ફિલ્મોમાં પણ રૂમાએ કામ કરેલું છે.

LEAVE A REPLY