New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/1.jpg)
પ્રૌઢ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટને કોલ કરીને રૂ 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી,અને ન આપે તો તેની દીકરી આલિયા ભટ્ટ અને પત્ની સોનીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
પોલીસ સૂત્રીય માહિતી અનુસાર મહેશ ભટ્ટને કોલ આવ્યા બાદ તેમણે આ અંગેની ફરિયાદ જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જે અંગેની પ્રાથમિક તપાસમાં પોલીસને આ નંબર ઉત્તરપ્રદેશનો માલુમ પડતા પોલીસે ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આ અંગે મહારાષ્ટ્ર પોલીસ અને યુપી પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા ઉત્તરપ્રદેશ માંથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના આ કાર્ય બાદ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે ટવિટ કરીને મુંબઈ અને યુપી પોલીસનો આભાર માન્યો હતો.